યાસીન મલિકને આજે જમ્મુની ટાડા કોર્ટમાં રજૂ કરશે:વાયુસેનાના જવાનો પર હુમલો કરવાના મામલામાં થશે સુનાવણી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક આજે જમ્મુની ટાડા કોર્ટમાં વ્યક્તિગત રૂપે હાજર થઇ શકે છે. અત્યાર સુધી તેને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવતો હતો. 21 સપ્ટેમ્બરે કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન યાસીને જાતે કોર્ટમાં ફિઝિકલી હાજર થવાની વાત કહી હતી. તેને વાયુસેનાના જવાનો પર હુમલો કરવાના મામલામાં હાજર થવાનું હતું, જેમાં એરફોર્સના 4 જવાન શહીદ થઇ ગયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા.

20 ઓક્ટેબરે યાસીન મલિક જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મુફ્તી મોહમ્મદ સઇદની બેટી રૂબિયા સઇદના અપહરણના મામલામાં હાજર થશે. અત્યારે યાસીન મલિક તિહાડ જેલમાં બંધ છે, 25 મેએ કોર્ટે તેને 2 મામલામાં ઉમરકેદ અને 10 સાલની જેલની સજા સંભળાવી હતી.

25 મેના યાસીન મલિકને થઇ હતી ઉંમરકેદ
યાસીન મલિક પર પાકિસ્તાનના સમર્થનથી કાશ્મીર આતંકવાદી હુમલા માટે ફંડિગ અને આતંકવાદીઓને હથિયાર આપવાની સાથે સંકળાયેલા કેટલાય કેસ નોંધાયેલા છે. તેને 25 મેના રોજ ઉમરકેદની સજા સંભળાવી હતી. NIAના વકીલ ઉમેશ શર્માએ જણાવ્યું હતું કે યાસીનને બે મામલામાં ઉંમરકેદ અને 10 મામલામાં 10 વર્ષ સજા સંભળાવી ગઈ. બધી સજાઓ સાથેસાથે કાપવાની. એ સિવાય તેના પર 10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો.

યાસીન મલિક પર ગંભીર આરોપ
19 મેની સુનાવણી દરમિયાન યાસીન પોતાનો ગુનો કબૂલ કરી ચૂક્યો છે. મલિક પર 25 જાન્યુઆરી 1990માં શ્રીનગરમાં વાયુસેનાના જવાનો પર હુમલાનો આરોપ છે. આ ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ચાર જવાનો શહીદ થયા હતા. સ્ક્વોડ્રન લીડર રવિ ખન્ના તેમાના એક હતા. આ બધા એરપોર્ટ જવા માટે ગાડીની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મલિકે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
આની સાથે જ પાકિસ્તાની આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ પણ છે. સાથે જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મુફ્તી મોહમ્મદ સઇદની બેટી રૂબિયા સઇદના અપહરણનો પણ આરોપ લાગ્યો છે. 1990માં કાશ્મીરી પંડિતોની હત્યા કરીને તેમને ઘાટી છોડવા પર મજબૂર કરવામાં પણ યાસીનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.