તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Hammer To The Head Killed My Son Before My Son; He Later Killed His Brother And Injured His Father And Three Brothers In The Attack

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજમેરમાં ડરાવનારી ઘટના:માથાના ભાગે હથોડો મારી પુત્રએ પહેલા માતાની કરી હત્યા; બાદમાં ભાઈને પણ ઉતાર્યો મોતને ઘાટ, હુમલામાં પિતા અને ત્રણ ભાઈ પણ થયા ઘાયલ

અજમેર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભિનાયનું તે ઘર, જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી પુરાવા મેળવ્યા છે. - Divya Bhaskar
ભિનાયનું તે ઘર, જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી પુરાવા મેળવ્યા છે.
  • માતા અને ભાઈના માથાના ભાગે હથોડો મારી ઘાતકી હત્યા
  • આરોપી રિટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો

અજમેરના ભીનાય વિસ્તારમાં મોડી રાત્રે ડરાવનારી ઘટના બની છે. અહીં એક યુવકે માતા અને નાના ભાઈના માથા પર ભારે હથોડો મારીની હત્યા કરી છે. આરોપી યુવક પિતા અને ત્રણ ભાઇની પણ હત્યા કરવા માગતો હતો, જોકે હોબાળો થતાં આસપાસની શેરીના લોકો આવી પહોંચ્યા હતા. એવામાં પિતા અને ભાઈઓનો જીવ બચી ગયો હતો. તેઓ ઘાયલ થયા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યાનો આરોપી ફરાર થઈ ગયો છે. આરોપી અમરચંદ્ર જાંગિડ (25) બીએડ કરેલું છે અને રિટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

પુત્રએ જ આખા પરિવારની હત્યા કરવા માટે આ ઘટનાને અંજામ કેમ આપ્યો. હજી આ બાબત સ્પષ્ટ થઈ નથી. શરૂઆતની પૂછપરછના આધાર પર જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી ડીપ ડિપ્રેશનમાં હતો. તે લગભગ બે વર્ષથી જયપુરમાં તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેનું સિલેકશન ન થવાને કારણે તે તણાવમાં હતો. જોકે પોલીસ કહી રહી છે કે વિસ્તારથી તપાસ થયા બાદ જ આ ઘટનાનું કારણ જાણી શકાશે.

રાત્રે 2 વાગે ઘટનાને અંજામ આપ્યો, સૌથી પહેલા માતાની હત્યા કરી
પોલીસે જણાવ્યું હતું કે જે પરિવારમાં આ લોહિયાળ ઘટના બની છે તે ફર્નિચર બનાવવાનું કામ કરે છે. માતાપિતા ગામમાં રહેતાં હતાં, જ્યારે બાકીના પાંચેય ભાઈઓ જયપુરમાં રહેતા હતા. તેના ભાઈ તારાચંદ્રનું અજમેરમાં એપેંડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બુધવારે તમામ ભાઈઓ ગામમાં આવ્યા હતા.

બુધવારે રાત્રે લગભગ 2 વાગે આરોપી અમરચંદ્ર પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો હતો. તેને વીજળીનો ફ્યૂઝ કાઢી નાખીને ઘરની લાઇટ બંધ કરી નાખી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યાર બાદ માતા કમલા દેવી (60)ના રૂમમાં ગયો હતો અને તેમના માથા પર હથોડો મારીને તેમની હત્યા કરી હતી. ત્યાર બાદ નાના ભાઈ શિવરાજ (22)ના રૂમમાં ગયો હતો અને તેના માથા પર પણ હથોડો મારીને હત્યા કરી હતી.

આ દરમિયાન હોબાળો થયો હતો. આરોપીને રોકવા માટે બહાર સૂઈ રહેલા પિતા રામધન (65) અને બીજા રૂમમાં સૂઈ રહેલા અન્ય ત્રણ ભાઈઓ ભાગચંદ્ર, ઓમપ્રકાશ અને તારચંદ્ર દોડીને આવ્યા હતા. પણ આરોપીએ તેમની પર પણ હુમલો કરી દીધો હતો. આરોપી તેમની પણ હત્યા કરવા માગતો હતો. હથોડા વડે કરવામાં આવેલા હુમલામાં ત્રણેય ઘાયલ થયા હતા. આ દરમિયાન આસપાસની શેરીના લોકો જાગી ગયા હતા અને હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ભિનાયનું તે ઘર, જ્યાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
ભિનાયનું તે ઘર, જ્યાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.

રાત્રે આખો પરિવાર જમ્યા બાદ સૂઈ ગયો હતો
ભીનાય વિસ્તારમાં બનેલી આ ઘટના પાછળનું કારણ સમજાઈ રહ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે પરિવારના તમામ લોકો આરામથી જામ્યા બાદ સૂતા હતા અને કોઈ વિવાદવાળી વાત પણ ન થઈ હતી. એક સગાએ જણાવ્યું હતું કે જે અમરચંદ્રએ ઘટનાને અંજામ આપ્યો છે તે ચૂપચાપ રહેતો હતો. વધુ કોઈ સાથે વાત કરતો ન હતો. દિવસે પણ પરિવારના લોકો આરામથી ગામમાં રહ્યા હતા અને આસપાસના લોકો સાથે વાત કરી. પરિવાર અથવા અમરચંદ્રને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો અંદાજો પણ ન થયો હતો.

હત્યાના સમયે વિચિત્ર હરકત કરી રહ્યો હતો આરોપી
હત્યાના સમયે આરોપી જે રીતે વિચિત્ર હરકત કરી રહ્યો હતો કે તે ડીપ ડિપ્રેશનમાં હોવાની તરફ ઈશારો કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૌથી પહેલા અમરચંદ્રએ ઘરની લાઇટ બંધ કરી દીધી અને બહારનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ માતાના રૂમમાં ગયો હતો અને એક હથોડામાં જ તેમની હત્યા કરી હતી. ત્યાર બાદ નાના ભાઈ શિવરાજના રૂમમાં ગયો હતો. ત્યાં તેને કહ્યું કે માતા બોલાવી રહ્યા છે. તે જેવો જ ઊઠ્યો કે તેના માથા પર હથોડાનો ઘા મારી દીધો હતો. પછી હોબાળો થયો તો ઉપરના માળે સૂઈ રહેલા ભાઈઓ દોડીને આવી ગયા હતા. બહાર સૂઈ રહેલા પિતા પણ ઊંઘમાંથી ઊઠી ગયા હતા, પરંતુ દરવાજો બંધ હોવાને કારણે તેઓ બાજુની દીવાલ કૂદીને અંદર આવ્યા હતા. ત્યાં આરોપી તેમણે જોઈને બોલ્યો કે કંઇ થયું નથી, આપ જાઓ... ત્યાર બાદ તેણે બીજા ભાઈઓ અને પિતા પર હુમલો કરી દીધો હતો.

હુમલામાં પિતા રામધન અને ત્રણેય ભાઈ ઘાયલ થયા હતા. આરોપીએ તમામનાં માથા પર હથોડાથી હુમલો કર્યો હતો.
હુમલામાં પિતા રામધન અને ત્રણેય ભાઈ ઘાયલ થયા હતા. આરોપીએ તમામનાં માથા પર હથોડાથી હુમલો કર્યો હતો.

જયપુરમાં જ રહેતા હતા પાંચેય ભાઈ
મળતી માહિતી મુજબ, આરોપી અને ચારેય ભાઈઓ જયપુરમાં જ રહેતા હતા. આરોપી અમરચંદ્ર રિટની તૈયારી કરી રહ્યો હતો અને મૃતક શિવરાજ પણ જયપુરમાં અભ્યાસ કરી રહ્યો હતો. અમરચંદ્ર અને શિવરાજ બંનેના લગ્ન થયાં ન હતાં. પિતા ગામમાં ફર્નિચર બનાવવાનું કામ કરે છે. બાકીના ત્રણેય ભાઈ પણ જયપુરમાં કામ કરે છે. એમાં બે ભાઈનાં લગ્ન થયાં છે. આ ઘટના બાદ અજમેરથી એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસ આરોપીને શોધી રહી છે.

ઘરમાં તપાસ કરતી એફએસએલની ટીમ.
ઘરમાં તપાસ કરતી એફએસએલની ટીમ.

(કન્ટેન્ટ - રિતેશ મિશ્રા)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો