• Gujarati News
  • National
  • A Great Conspiracy Was Being Hatched; 75 Kg Explosives Found In House, 5 Accomplices Arrested

કાર બ્લાસ્ટમાં માર્યો ગયો આતંકી:મોટું ષડયંત્ર રચી રહ્યો હતો; ઘરમાંથી 75 કિલો વિસ્ફોટક મળી આવ્યા, 5 સાથીઓની ધરપકડ

એક મહિનો પહેલા

23 ઓક્ટોબરના રોજ તમિલનાડુના કોઈમ્બતુરમાં કાર બ્લાસ્ટમાં માર્યો ગયેલો ઉક્કડમનો જેમીશા મુબીન દક્ષિણ ભારતમાં પાંચ સ્થળોએ બ્લાસ્ટ કરવાનો હતો. સર્ચ દરમિયાન પોલીસને તેના ઘરમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજની મદદથી પકડાયેલા મુબીનના 5 સાથીદારોને પણ UAPA હેઠળ 15 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બ્લાસ્ટના બીજા દિવસે NIAની ટીમ તપાસ માટે પહોંચી છે.

ધરપકડ કરાયેલા લોકોના નામ મોહમ્મદ થલકા, મોહમ્મદ અસરુદ્દીન, મોહમ્મદ રિયાઝ, ફિરોઝ ઈસ્માઈલ અને મોહમ્મદ નવાઝ છે.

એકલા કોઈમ્બતુરમાં 5 બ્લાસ્ટ થયા હતા
સીસીટીવી ફૂટેજ અનુસાર, IS સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદ રિયાઝ, ફિરોઝ અને નવાઝ મુબીનની કારમાં બે સિલિન્ડર અને ત્રણ ડ્રમ રાખતા જોવા મળ્યા હતા. શનિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તેઓએ કારમાં વિસ્ફોટકો રાખ્યા હતા. ચોથા શંકાસ્પદ મોહમ્મદ થલકાએ આ કાર મુબીન અને તેના એક સંબંધીને આપી હતી. આ તમામ કોઇમ્બતુરના ઉક્કડમ પાસેના જીએમ નગરના રહેવાસી હતા.

સર્ચ દરમિયાન મુબીનના ઘરમાંથી 75 કિલો પોટેશિયમ નાઈટ્રેટ, ચારકોલ અને એલ્યુમિનિયમ પાવડર પણ મળી આવ્યો હતો. આ સિવાય એક કાગળનો ટુકડો મળ્યો હતો, જેમાં કોઈમ્બતુર પોલીસ કમિશનરેટ, કલેક્ટ્રેટ, વિક્ટોરિયા હોલ, કોઈમ્બતુર રેલ્વે સ્ટેશન અને રેસકોર્સની 5 જગ્યાઓના નામ લખેલા હતા.

મુબીનના 5 સાથીદારો, જેમને પોલીસે 15 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.
મુબીનના 5 સાથીદારો, જેમને પોલીસે 15 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચમાંથી એક ઈસ્માઈલને 2020માં ભારતની વિનંતી પર UAEથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. થલકાના પિતા નવાબ ખાન 1998ના કોઈમ્બતુર સિરિયલ બ્લાસ્ટના આરોપી છે, જેમાં 58 લોકો માર્યા ગયા હતા. તે પ્રતિબંધિત અલ-ઉમ્માહનો સભ્ય હતો. નવાબ માર્ચમાં પેરોલ પર પોતાના ઘરે આવ્યો હતો. પોલીસ તે સમયે તેને કોણ મળ્યું હતું તેની વિગતો એકઠી કરી રહી છે.

NIAએ 2019માં પણ મુબીનની પૂછપરછ કરી હતી
2019માં NIA દ્વારા મુબીનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મુબીનને શ્રીલંકામાં ઇસ્ટર સન્ડે વિસ્ફોટના માસ્ટરમાઈન્ડ મોહમ્મદ અઝહરુદ્દીનની નજીક હોવાની શંકા હતી, પરંતુ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવાના અભાવે તે સમયે તેને છોડી દેવામાં આવ્યો હતો. મુબીન અઝહરુદ્દીન જહરાન હાશિમનો કટ્ટર અનુયાયી હતો. અઝહરુદ્દીન ત્રિશૂર જિલ્લાની વિયુર સેન્ટ્રલ જેલમાં છે.

18 ઓક્ટોબરે ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે 18 ઓક્ટોબર, 2022ના રોજ મોકલેલા એલર્ટમાં જણાવ્યું હતું કે સરકારે PFI પર પ્રતિબંધ મૂક્યા બાદ કેટલાક સ્થાનિક નેતાઓએ કેડરને હિન્દુ સંગઠનોના નેતાઓ પર હુમલો કરવાનો નિર્દેશ આપ્યો હતો. PFI અને તેના સહયોગીઓના શંકાસ્પદ કાર્યકરોએ તમિલનાડુમાં હિંદુ સંગઠનના નેતાઓ અને સહાનુભૂતિ ધરાવતા લોકો પર મોલોટોવ કોકટેલથી હુમલો કર્યો હતો. મંત્રાલયે રાજ્ય સરકારને મુખ્ય વ્યક્તિઓની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું જેઓ હુમલાનું નિશાન બની શકે છે.

આ વિસ્ફોટમાં જમીશા મુબીનનું મોત થયું હતું.
આ વિસ્ફોટમાં જમીશા મુબીનનું મોત થયું હતું.

મુબીનના મૃતદેહને દફનાવવાની ના પાડી હતી
NIAએ ઓગસ્ટ 2019માં મુબીનના ઘરની તપાસ કરી હતી. મિકેનિકલ એન્જિનિયર મુબીન પરિણીત હતો અને તેને બે બાળકો છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા મુબીનના મૃતદેહને કોટ્ટેમેડુ અને તેની આસપાસના વિસ્તારોના જમાતના નેતાઓએ દફનાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસની વિનંતી પછી તેઓ સંમત થયા હતા.

મુબીનના મોબાઈલ ફોનના સ્કેનથી જાણવા મળ્યું કે તેણે બોમ્બ બનાવવાના DIY વીડિયો માટે યુટ્યુબ પર સર્ચ કર્યું હતું. તેણે એક સંદેશ પણ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું - જો તમે મારા મૃત્યુના સમાચાર સાંભળો છો, તો મને માફ કરજો. મારા માટે પ્રાર્થના કરો અને મારી મૈય્યતમાં જરૂર આવજો.

અન્ય સમાચારો પણ છે...