પેટ્રોલ ભરાવતાં જ આગી લાગી, VIDEO:જેસલમેરમાં બાઇક ઉપર બેઠેલા દાદા અને પૌત્ર લપેટમાં આવ્યા હતા, ગભરાઈને બંને નીચે પડી ગયા

2 મહિનો પહેલા

રાજસ્થાનના જેસલમરમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. એક વૃદ્ધ અને એક બાળકને લઈને એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા પહોંચ્યો હતો. ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીએ જેવું પેટ્રોલ નાંખ્યું કે તરત જ બાઇકમાં અચાનક આગ લાગી હતી. ત્યારે આ ત્રણેય જણા બાઇક પર જ બેઠા હતા. આગ લાગવાનાં કારણે અફરા-તફરી મચી ગઈ હતી. સદનસિબે ત્રણેય જણા બાઇક પરથી ગભરાયેલી હાલતમાં પડી ગયા ગતા. જેના કારણે તેઓ બચી ગયા હતા.

બાઇકનું એન્જિન ગરમ હતું અને પેટ્રોલના એક-બે ટીપા પડતાં જ આગ ફાટી નીકળી હતી. ત્યાં હાજર લોકો ડરીને અહીં-ત્યાં ભાગવા લાગ્યા હતા. બાઇક પર બેઠેલા બાળક અને તેના દાદાના કપડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. પેટ્રોલ પંપના સ્ટાફ અને લોકોએ મળીને કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી. જેમ તેમ કરીને બાઇકને પંપ પરથી હટાવી હતી. જેમાં કર્મચારીનો હાથ પણ દાઝી ગયો હતો.

તેજુવા ગામના રહેવાસી ભૂરસિંહ ખેડૂત છે. તેમણે કહ્યું હતું કે 'હું મંગળવારે પિતા અને પુત્ર સાથે બાઇક પર શહેરમાં ગયો હતો. સાંજના સમયે ચોકડી પર એક પંપ પર બાઇકમાં પેટ્રોલ ભરવા માટે રોકાયો હતો. જ્યારે ટાંકી ભરાઈ ગઈ ત્યારે પેટ્રોલના થોડા ટીપા એન્જીન પર પડ્યા. એન્જીન ગરમ થતાં તેમાં આગ લાગી હતી. ત્યારે મારો પુત્ર અને પિતા ડરી ગયા હતા અને બાઇક પરથી નીચે પડી ગયા હતા. કોઈક રીતે તેમના કપડાની આગ બુઝાવી અને બન્નેને દૂર લઈ ગયા હતા.

પેટ્રોલ રેડતાં જ બાઇકમાં અચાનક આગ લાગી હતી. અગ્નિશામક અને રેતીની મદદથી લોકોએ કોઈક રીતે આગને બુઝાવી હતી.
પેટ્રોલ રેડતાં જ બાઇકમાં અચાનક આગ લાગી હતી. અગ્નિશામક અને રેતીની મદદથી લોકોએ કોઈક રીતે આગને બુઝાવી હતી.

પંપનો કર્મચારી જીવના જોખમે આગને કાબુમાં લાવવામાં લાગી ગયો
પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી નાથુ સિંહે જણાવ્યું હતું કે, અચાનક લાગેલી આગથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. કર્મચારીઓએ ફાયર ફાઇટિંગના સાધનો અને રેતી મુકીને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પરંતુ ટાંકીમાં પેટ્રોલનો જથ્થો વધુ હોવાથી આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પેટ્રોલ પંપ પર આગ ન લાગવી જોઈએ, તેથી જીવની પરવા કર્યા વિના બાઇકને દૂર ખેંચવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારી ચરણસિંહ મીણા અને સ્ટાફે મદદ કરી હતી. આ દરમિયાન આગ લાગવાથી હાથ બળી ગયો હતો. જોકે, બાઇક લઇ જવામાં સફળ રહ્યો હતો.

ટ્રાફિક પોલીસ દોડીને પહોંચ્યા
ચોક પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન ચરણ સિંહ મીણાએ જણાવ્યું હતું કે તે આગ જોઈને તે પેટ્રોલ પંપ તરફ દોડ્યો હતો. તેણે પંપના સ્ટાફ સાથે સળગતી બાઇકને પેટ્રોલ પંપ પરથી હટાવવાની કામગીરી કરી હતી. આ દરમિયાન તે નીચે પણ પડી ગયો હતો. તેમણે કહ્યું કે જ્યારથી તેઓ પોલીસની નોકરીમાં જોડાયા છે ત્યારથી તેઓ દરેક સંભવ રીતે લોકોની સુરક્ષા કરી રહ્યા છે. ત્યાં હાજર તમામ લોકોએ પ્રયાસ કર્યો અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

બાઇક માલિક ભૂર સિંહ તેની બળી ગયેલી બાઇક સાથે. તે પિતા-પુત્ર સાથે પેટ્રોલ ભરવા આવ્યો હતો.
બાઇક માલિક ભૂર સિંહ તેની બળી ગયેલી બાઇક સાથે. તે પિતા-પુત્ર સાથે પેટ્રોલ ભરવા આવ્યો હતો.

પેટ્રોલ પંપ પર ઈમરજન્સી સિસ્ટમના કારણે ગંભીર દુર્ઘટના ટળી
પેટ્રોલ પંપના માલિક ચંદ્ર ભાટિયાએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તેઓ ઓફિસમાં હતા. આગ જોઈને પેટ્રોલ પંપ પર ઈમરજન્સી સિસ્ટમનું બટન બંધ કરી દીધું હતું. જેના કારણે તમામ પેટ્રોલ ફિલિંગ મશીનો લોક થઇ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. તેમણે કહ્યું કે અમારા પેટ્રોલ પંપ પર ફાયર ફાઇટિંગના તમામ સાધનો હંમેશા તૈયાર છે. તેને ચલાવવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. જેથી ક્યારેય પણ આવી ઘટના બને તો આગ પર કાબૂ મેળવી શકાય.

આગ લાગતાની સાથે જ ટ્રાફિક પોલીસકર્મી ચરણસિંહ મીણા પંપ પર ગયા હતા અને સ્ટાફ સાથે મળીને આગને કાબૂમાં લાવવામાં મદદ કરી હતી.
આગ લાગતાની સાથે જ ટ્રાફિક પોલીસકર્મી ચરણસિંહ મીણા પંપ પર ગયા હતા અને સ્ટાફ સાથે મળીને આગને કાબૂમાં લાવવામાં મદદ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...