• Gujarati News
  • National
  • A Gas Leak Caused A Fire In The Room, The Young Man Burst Into Flames And Fell Down, The Blast Shattered The Wall.

યુવક ભડ ભડ સળગ્યો:ગૅસ લીક થઈ રૂમમાં આગ લાગતાં યુવક ભડથું થયો, બ્લાસ્ટ થતાં દીવાલના ફુરચા ઊડ્યા, અલવરના CCTV આવ્યા સામે

એક વર્ષ પહેલા

રાજસ્થાનના અલવરના કમકમાટીભર્યા CCTV સામે આવ્યા છે. અહીં એક ઘરમાં ગૅસ લીક થતાં અચાનક આગ લાગી હતી. જોતજોતાંમાં આગ વિકરાળ અને બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દીવાલના ફુરચા 50 ફૂટ દૂર સુધી પડ્યા હતા. આ દરમિયાન રૂમમાં હાજર 21 વર્ષનો યુવક પણ આખેઆખો સળગી ગયો હતો અને નીચે પછડાયો હતો. યુવક તેનો જીવ બચાવવા માટે ધાબા પર ફાંફાં મારતો હતો અને નીચે કૂદી ગયો હતો. મહત્ત્વનું છે કે પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...