• Gujarati News
  • National
  • A Further 78 Routes Were Allowed Under Udaan 4, Including Flights To Diu From Surat, Vadodara

હવાઇ સેવા:ઉડાન-4 હેઠળ વધુ 78 રૂટને મંજૂરી આપવામાં આવી, સુરત, વડોદરાથી દીવની ફ્લાઈટનો પણ સમાવેશ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા રૂટ્સમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડનાં શહેરો પણ સામેલ છે.  - Divya Bhaskar
નવા રૂટ્સમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડનાં શહેરો પણ સામેલ છે. 

આરસીએસ-ઉડાન-4 યોજના હેઠળ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા 78 રૂટ મંજૂર કર્યા છે, જેમાં સુરત અને વડોદરાથી દીવના રૂટનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની ઘણી ધાર્મિક નગરીઓ પણ પરસ્પર હવાઇ રૂટથી જોડાશે. આ શહેરો માટે સસ્તી હવાઇ મુસાફરી શરૂ થશે. નવા રૂટ્સમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડનાં શહેરો પણ સામેલ છે.

યુપીની 5 ધાર્મિક નગરી માટે 10 રૂટ છે, જેમાં કાનપુરથી ચિત્રકૂટ, ચિત્રકૂટથી પ્રયાગરાજ, શ્રાવસ્તીથી વારાણસી, શ્રાવસ્તીથી પ્રયાગરાજ અને શ્રાવસ્તીથી કાનપુર સામેલ છે. કાનપુરથી મુરાદાબાદ અને બરેલીથી દિલ્હી માટે સસ્તી સેવા ઉપલબ્ધ હશે.

અન્ય સમાચારો પણ છે...