ઈન્ડિયા, ટ્રુલી ઈન્ડિયન:રડતી બાળકીને તેડીને શાંત કરાવતો જોવા મળ્યો ફ્લાઈટ અટેન્ડેન્ટ, દિલ જીતી લેશે આ VIDEO

એક મહિનો પહેલા

ઈન્સ્ટાગ્રામ યુઝર જીવન વેંકટેશે 7 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફ્લાઈટ ક્રૂ મેમ્બર બાળકીને તેડી ફ્લાઈટ પેસેજમાં ચાલી રહ્યો છે.

વેંકટેશે વીડિયોની સાથે લખ્યું- "એર ઈન્ડિયાના સ્ટાફની આ જેસ્ચરને જોઈને આનંદ થયો. મારી દીકરી ફ્લાઈટમાં રડી રહી હતી પણ નવાઈની વાત એ છે કે જ્યારે ક્રૂ મેમ્બરે બાળકને તેડી કે તરજ જ તે શાંત થઈ ગઈ. ટાટાએ કંપની સંભાળ્યા બાદ એર ઈન્ડિયામાં ઘણો બદલાવ આવ્યો છે.

આ સાથે, જીવનને કેપ્શન અપડેટ કરતા ઉમેર્યું કે તેને ફ્લાઇટ એટેન્ડન્ટ મળી ગયો છે. તેણે નીલ માલ્કમ નામના ફ્લાઈટ ક્રૂને ટેગ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો.

અન્ય સમાચારો પણ છે...