તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Fire Broke Out Near Kalika Bhavan, 100 Meters Away From The Cave Of The Temple, Flames Were Seen In The Distance

વૈષ્ણોદેવી મંદિર પાસે આગ:મંદિરની ગુફાથી 100 મીટર દૂર કાલિકા ભવન પાસે આગ લાગી, દૂર દૂર સુધી જોવા મળી જ્વાળા

જમ્મુ11 દિવસ પહેલા
કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર 2 પર લાગી હતી.

વૈષ્ણો દેવી મંદિરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી છે. આ આગની જ્વાલા અને ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો. મળતી માહિતી મુજબ આગ મંદિરની ગુફાથી 100 મીટર દૂર આવેલા કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર 2 પર લાગી છે. માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના CEOએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લીધો છે.

આગ કેશ કાઉન્ટરવાળી જગ્યાએ લાગી હતી
આગ કેશ કાઉન્ટરવાળી જગ્યાએ લાગી હતી

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. મંદિરમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ ત્યાં હાજર લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો. આગથી કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર સામે નથી આવ્યા.

જમ્મુના વૈષ્ણો દેવી મંદિરમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે
જમ્મુના વૈષ્ણો દેવી મંદિરમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે
અન્ય સમાચારો પણ છે...