તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Fire Broke Out Due To A Short Circuit In The Refrigerator On The Ninth Floor Of The Hospital, 20 Fire Brigade Vehicles Brought The Fire Under Control.

દિલ્હી AIIMSમાં મોટી દુર્ઘટના ટળી:હોસ્પિટલના નવમા માળે રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયરબ્રિગેડના 20 વાહનોએ આગ અંકુશમાં લીધી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી AIIMSમાં મોડી રાતે લગભગ 11.30 વાગ્યે અચાનક આગ લાગી ગઈ છે. આગની જ્વાળાઓ અને ધુમાડો દૂરના અંતરેથી નજરે પડતા હતા. જાણવા મળઅયું છે કે આગ કન્વર્ઝન બ્લોકના નવમા માળ પર લાગી. રાહતની વાત એ છે કે આ માળમાં લેબોરેટરી અને અન્ય ઓફિસો છે. અહીં દર્દીઓ હોતા નથી. દિલ્હી ફાયર વિભાગે અડધી રાતે માહિતી આપી હતી કે આગ પર અંકુશ મેળવી લેવાયો છે.

દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ માટે ફાયરબ્રિગેડના 20 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફાયર વિભાગના કર્મચારીઓએ 12 વાગ્યા આસપાસ આગ પર અંકુશ મેળવી લીધો હતો. સૂત્રોના અનુસાર, આગ નવમા માળે એક રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

આગજનીના જૂના નિશાન આજે પણ યથાવત્
આ અગાઉ દિલ્હી એઈમ્સમાં 17 ઓગસ્ટ 2019ના રોજ પણ આગ લાગી હતી. આ ઘટનાના નિશાન આજે પણ એકેડેમિક બ્લોકમાં નજરે પડે છે. ત્યારે કરોડો રૂપિયાની આધુનિક લેબોરેટરી ખાક થઈ ગઈ હતી. આ અગાઉ વર્ષ 2016માં પણ આવી ઘટના સામે આવી હતી. વર્ષ 2016થી લઈને 3 એપ્રિલ 2019 દરમિયાન એઈમ્સ મેનેજમેન્ટે ચાર વખત એડવાઈઝરી જારી કરીને વિભાગોને સતર્ક રહેવા નિર્દેશ આપ્યા હતા પણ સ્થિતિ હજુય બદલાઈ નથી.