• Gujarati News
  • National
  • A Fire Broke Out At Samsung's Service Center In Mumbai, With The Help Of 20 Fire Brigade Vehicles

આગ:મુંબઈમાં સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ, ફાયરબ્રિગેડની 20 ગાડીઓની મદદ લેવાઈ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ - Divya Bhaskar
સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ

મુંબઈમાં મોબાઈલ અને હોમ એપ્લાયન્સ બનાવનારી કંપની સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ લાગી ગઈ છે. આ ઘટના સોમવારે મોડી સાંજે ઘટી છે. આ સર્વિસ સેન્ટર કાંજુરમાર્ગ વિસ્તારમાં છે. આગથી કેટલું નુકસાન થયું છે તે અંગેની જાણકારી હજુ સુધી સામે નથી આવી.

દુર્ઘટનામાં હજુ સુધી કોઈ ઘાયલ થયો હોય તેની માહિતી નથી. આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ દોઢ કલાક પહેલાં લાગી હતી, પરંતુ હજુ સુધી તેના પર કાબૂ નથી મેળવી શકાયો. અંદરથી ધડાકાઓના અવાજ સંભળાય રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...