• Gujarati News
  • National
  • A Fight Broke Out Between Two Youths At Jabalpur Railway Station, Crashing Into Each Other For A Seat In The Train

ટ્રેનમાં સીટ માટે મારામારી:જબલપુર રેલવે સ્ટેશન પર બે યુવાનો વચ્ચે મારામારી, ટ્રેનમાં સીટ માટે એકબીજા પર તૂટી પડ્યા

5 મહિનો પહેલા

મધ્યપ્રદેશના જબલપુર રેલવે સ્ટેશન પર બે યુવાનો ટ્રેનમાં સીટ માટે બાખડી પડ્યા હતા. આ યુવાનો મુંબઈ હાવડા મેલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. દરમિયાન ટ્રેન જબલપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર પાંચ પર ઉભી રહી હતી. ત્યારે આ બંને યુવાનો એકબીજા પર તૂટી પડ્યા હતા. મામલો વધુ બિચકતા રેલવે પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.