તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Australian Family Ordered To Leave The Country Following Son's Illness, Movement For Justice Launched On Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્યાય:પુત્રની બીમારીના પગલે ઓસ્ટ્રેલિયા સરકારે સમગ્ર પરિવારને દેશ છોડવાનો આદેશ આપ્યો, ન્યાય માટે સોશિયલ મીડિયામાં મુવમેન્ટ શરૂ

ચંદીગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરુણના પુત્રને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. - Divya Bhaskar
વરુણના પુત્રને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે.
  • કાયાનને PR મળી જાય તો સરકારની જવાબદારી બની જશે અને સરકારે કાયાનની સરવારનો તમામ ખર્ચ કરવો પડશે
  • આગામી 10 વર્ષમાં 1.2 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ઈન્ડિયન કરન્સીમાં લગભગ 6 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે

હું નથી ઈચ્છતો કે મારો પુત્ર મોટો થઈને મને એ સવાલ કરે કે મારો જન્મ તો ઓસ્ટ્રેલિયામાં થયો હતો, તો હું શાં માટે ત્યાં ન રહી શકું?. હું મારા પુત્રની સારવાર માટે તમામ ખર્ચ કરવા તૈયાર છું, જોકે મારી લડાઈ પુત્રના હકની છે, જે તેને મળવો જોઈએ. ઓસ્ટ્રેલિયાની સરકારે અમારા આખા પરિવારને એટલા માટે ડિપોર્ટ થવા કહ્યું છે કારણ કે મારા પુત્રને સેરેબ્રલ પાલ્સી બીમારી છે.

PR મળે તો ઓસ્ટ્રેલિયાની સરકારે સારવારનો ખર્ચ કરવો પડે
સરકારના નિર્ણયની વિરુદ્ધ મેં ઓસ્ટ્રેલિયામાં એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે. જો કાયાનને PR મળી જાય છે તો ઓસ્ટ્રેલિયાની સરકારની જવાબદારી બની જશે અને સરકારે કાયાનની સરવારનો તમામ ખર્ચ કરવો પડશે.

કાયાનની સારવાર, સ્પેશિયલ સ્કુલ અને અન્ય તમામ ખર્ચ ગણીએ તો આગામી 10 વર્ષમાં 1.2 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ઈન્ડિયન કરન્સીમાં લગભગ 6 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ ખર્ચ સરકાર ઉઠાવવા માંગતી નથી. આ કારણે અમારા પરિવારને ડિપોર્ટ કરાઈ રહ્યો છે. અત્યાર સુધી મારા પુત્રનો ખર્ચ હું જ ઉઠાવી રહ્યો છું. છેલ્લા 6 વર્ષથી PR માટે ધક્કા ખાઈ રહ્યો છું અને લગભગ 40 હજાર ડોલર ખર્ચ પણ કરી ચૂક્યો છું. - વરુણ કત્યાલ(તેમણે રવિ અટવાલને આપેલી માહિતી મુજબ)

જસ્ટિસ ફોર કાયાન નામથી શરૂ કરી ઓનલાઈન પિટીશન...
ચંદીગઢ સેક્ટર-28ના વરુણ કત્યાલ છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેઓ ત્યા શેફ છે. વરુણના પુત્ર કાયાનને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર કાયાન નામથી ઓનલાઈન પિટીશન શરૂ કરવામાં આવી છે, જેને ચંદીગઢ સહિત સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળી રહ્યું છે.

બે દિવસમાં જ 40 હજારથી વધુ લોકોએ પિટીશન પર સાઈન કરી છે. પિટીશન સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાંથી વરુણ અને તેમના પુત્ર કાયાનના હક માટે લોકો અવાજ ઉઠાવી રહ્યાં છે.

6 વર્ષના કાયાનને છે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર
વરુણ કત્યાલ 12 વર્ષ પહેલા ચંદીગઢમાંથી સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. 2012માં ચંદીગઢની જ છોકરી સાથે લગ્ન કર્યા અને 2015માં કાયાનનો જન્મ થયો. કાયાનને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી બીમારી છે. આ એક પ્રકારનો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. જે બાળકોની શારીરિક ગતિ, હરવા-ફરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. આ કારણે ઈમિગ્રેશન વિભાગે ફેબ્રુઆરી 2021માં વરુણના પરિવારને દેશ છોડવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો