તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Doctor Tried 4 Hours To Get The Mother Admitted To Her Own Hospital, But Did Not Get A Bed; Entered From One Of The Leader's Phones

VIP કલ્ચરના શિકાર ડોકટરની આપવીતી:માતાને પોતાની જ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે એક ડોકટર 4 કલાક મથ્યા, પણ બેડ ન મળ્યું; નેતાના એક ફોનથી દાખલ કરવામાં આવે છે

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

મહામારી વચ્ચે પણ સાંસદો-ધારાસભ્યોને હોસ્પિટલમાં VIP ટ્રીટમેન્ટને લઈને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (FORDA) નારાજ છે. FORDAએ સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખ્યો અને જનપ્રતિનિધિઓની દરમિયાનગીરી ખતમ કરાવવાની માગ કરી છે. હોસ્પિટલમાં જનપ્રતિનિધિઓના આ VIP કલ્ચરને કારણે જરૂરિયાતમંદો અને ડોકટરને પણ ઈલાજ અને બેડ નથી મળી રહ્યાં.

દિલ્હીના એક મોટી સરકારી હોસ્પિટલના એક ડોકટર પોતે આ VIP કલ્ચરનો શિકાર થયા છે. કોરોના સંક્રમિત માતાને દાખલ કરાવવા માટે પોતાની જ હોસ્પિટલમાં મથ્યા, પણ બેડ ન મળ્યું. તેમણે ભાસ્કરને નામ ન જણાવવાની વાત જણાવીને આપવીતી સંભળાવી. પહેલાં તમે આ વાત તેમના જ મોઢે સાંભળો...

દુઃખ અને રોષે ભરાયેલા આ ડોકટરે કહ્યું, 'હું દિલ્હીની એક મોટી સરકારી હોસ્પિટલમાં કામ કરું છું. 11 એપ્રિલ મારી મમ્મી કોરોના સંક્રમિત થઈ. તેમનું ઓક્સિજન લેવલ સતત ઘટતું હતું. મારી જ હોસ્પિટલમાં તેમને દાખલ કરાવવા માટે બપોરે 12ઃ30થી 4 વાગ્યા સુધી ભટકતો રહ્યો. પાગલોની જેમ બેડ તપાસતો રહ્યો, પરંતુ એ ન મળ્યું. માતાની સ્થિતિ સતત બગડતી જતી હતી. એક સાથીએ ફોન પર જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી દો. ત્યારે મેં તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં.'

'મમ્મી માટે હું તે હોસ્પિટલમાં બેડ એરેન્જ ન કરાવી શક્યો કે જ્યાં હું પોતે જ કામ કરતો હતો. આ જ હોસ્પિટલમાં સાંસદથી લઈને ધારાસભ્યો માટે તાત્કાલિક બેડ એરેન્જ કરાવી દેવામાં આવે છે. તેમની એક ભલામણથી તેમના સંબંધીઓ અને નજીકના લોકોને બેડ મળી જાય છે. તેમાં કેટલાક એવા પણ હતા કે જેમને ઘરમાં જ આઈસોલેટ થઈ જવાની જરૂર હતી, પરંતુ તેઓ હોસ્પિટલમાં આવી દાખલ થાય છે.'

'બેડ આરક્ષિત કરાવવાનો કોઈ લેખિત નિયમ નથી હોતો, પરંતુ દરેક હોસ્પિટલ આ નિયમ ફોલો કરે છે. આજે દેશભરમાં સ્થિતિ એવી છે કે તમે કોઈ પાવરફુલ વ્યક્તિને ઓળખતા હોવ તો તમારો જીવ બચવાના ચાન્સ વધુ છે.'

આવી જ એક અન્ય વાત
રામ મનોહર લોહિયાના ડોકટર મનીષ જાંગડાએ પોતાના એક વીડિયોને ટ્વિટરમાં પોસ્ટ કર્યો છે. ઘણી જ માથાકૂટ બાદ તેમને તેમની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવી વાતો અનેક ડોકટર્સની છે, પરંતુ ડોકટર્સ પોતાનું નામ જાહેર કરવાનું ટાળે છે, કેમ કે જોબ પર સંકટ આવી શકે છે.

MPની ઘટનાનો ઉલ્લેખ કરતાં FORDAએ પત્ર લખ્યો
હોસ્પિટલમાં નેતાઓને બિનજરૂરી દરમિયાનગીરી અંગે FORDAએ કેન્દ્રને મોકલેલા પત્રમાં લખ્યું કે- વર્ષોથી જ જોઈ રહ્યા છીએ કે નેતા હેલ્થ સર્વિસમાં સતત દરમિયાનગીરી કરે છે, એનાથી સેવાઓ પર અસર પડે છે. કોઈપણ પ્રકારના આવા મૃત્યુને કે ખામીને આવા નેતાઓની મુલાકાત બાદ બેદરકારી જણાવવામાં આવે છે અને ડોકટર તેમજ સ્ટાફના લોકોને ગુસ્સાનો શિકાર બનવું પડે છે.

અમે અમારા કર્તવ્યનું પાલન કરીએ છીએ અને કોઈપણ જાતના ભેદભાવ વગર લોકોની જીવન બચાવવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ બીમારીની ગંભીરતા અને મેડિકલ સુવિધાઓના અભાવ કે અપર્યાપ્ત વર્કફોર્સને કારણે અમે દરેક દર્દીને બચાવી નથી શકતા. અમે પર્યાપ્ત સંસાધનમાં પૂરો પ્રયાસ કરીએ છીએ કે લોકોને સારવાર આપ શકીએ, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર અને કામના દબાણમાં દબાયેલા હેલ્થ કેર વર્કર્સની હાલતમાં કોઈ જ સુધારો નથી થયો અને તેઓ થાકી ગયા છે. મધ્યપ્રદેશમાં એક આવી જ ઘટના ઘટી છે. અહીં એક જનપ્રતિનિધિના સિનિયર ડોકટર સાથે ગેરવર્તણૂક કરી અને તેમને રાજીનામું આપવું પડ્યું.

અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જનપ્રતિનિધિઓની દરમિયાનગીરીને રોકવામાં આવે, જેને કારણે ડોકટર હતાશ થાય છે અને જરૂરિયાતમંદોને સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત રહેવું પડે છે.

FORDAની કેન્દ્રને 5 અપીલ
1.
જનપ્રતિનિધિઓ અને સરકારી ઓફિસર્સને નિર્દેશ આપે કે પોતાના ઈલાજ માટે તેઓ તે જ સંસ્થાનોમાં જાય જ્યાં ખાસ રીતે તેમના માટે જ વ્યવસ્થા કરવામાં આવી છે.

2. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવે અને પર્યાપ્ત વર્કફોર્સની વ્યવસ્થા કરવામાં આવે.

3. હેલ્થકેર સુવિધાઓમાં જનપ્રતિનિધિઓની બિનજરૂરી દરમિયાનગીરી રોકવામાં આવે.

4. નજીક અને સંબંધીઓના ઈલાજ માટે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની ભલામણની માગ પર રોક લગાવવામાં આવે. સામાન્ય બીમારી પર પણ નેતા કે ઓફિસર્સના ઘર અને ઓફિસમાં ડોકટર્સને જવા માટે મજબૂર ન કરવામાં આવે, આ વાતને રોકવામાં આવેે.

5. હેલ્થકેરવર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફની સારવાર માટે પણ એક વિશેષ જગ્યા નિર્ધારિત થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...