• Gujarati News
  • National
  • CIRO Survey Reveals Better Immune System Developed 12 Weeks Between Two Doses Of Vaccine

કોવીશીલ્ડના ડોઝમાં ગેપ ઘટશે નહિ:સીરો સર્વેમાં ખુલાસો- વેક્સિનના બે ડોઝ વચ્ચેના 12 સપ્તાહના અંતરે સારી ઈમ્યૂન સિસ્ટમ તૈયાર કરી

22 દિવસ પહેલા

જે લોકોએ કોવીશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખ્યું હતું, તે લોકોમાં સારી ઈમ્યૂન સિસ્ટમ ડેવલોપ થઈ છે. સીરો સર્વે મુજબ આ લોકોએ તાત્કાલિક કોઈ પણ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી. આ રિપોર્ટનો હવાલો આપતા એક્સપર્ટ્સે દેશમાં બે ડોઝની વચ્ચેના અંતરને ઓછો કરવાથી ઈન્કાર કર્યો છે.

એક અધિકારિક સૂત્રએ આ અંગે માહિતી આપતા કહ્યું કે રિપોર્ટને સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવશે. સૂત્રએ કહ્યું છે કે અમે નિયમિત રીતે ડેટાની સમીક્ષા કરી રહ્યાં છે અને અમે મોટાપાયે ઉપલબ્ધ રસીકરણના ડેટાનો પણ અભ્યાસ કર્યો છે. કોઈ પણ નિર્ણય વૈજ્ઞાનિક તથ્યોને જોઈને જ લેવામાં આવશે.

બંને ડોઝની વચ્ચેનું અંતર નહિ થાય ઓછું
સૂત્રોના જણાવ્યા અનુસાર કોવીશીલ્ડના બંને ડોઝ વચ્ચેના અંતરને ઓછું કરવામાં આવશે નહિ, કારણ કે ડેટાથી એ ખ્યાલ આવે છે કે કોવીશીલ્ડના બે ડોઝની વચ્ચેના 3 મહિનાના અંતરથી ઈમ્યૂન સિસ્ટમમાં સારો સુધારો થયો છે.

112 કરોડ ડોઝ આપવામાં આવ્યા, 88% કોવીશીલ્ડના
દેશમાં કોવિડ વેક્સિનના કુલ 112 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 88 ટકા કોવીશીલ્ડ છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ મળીને તૈયાર કરી છે. જ્યારે સ્થાનિક સ્તરે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તેને તૈયાર કરી રહ્યું છે.

39 ટકા લોકોને લાગ્યા બંને ડોઝ
79 ટકાથી વધુ વસ્તીને ઓછામાં ઓછો કોવિડ વેક્સિનનો એક ડોઝ લગાડવામાં આવ્યો છે. જ્યારે લગભગ 39 ટકાને બંને ડોઝ લાગી ગયા છે. ડેટા અનુસાર 12 કરોડ લોકો એવા છે, જેમને બીજો આપવાનો સમય થઈ ગયો છે, જોકે તેમણે હજી સુધી લગાવ્યો નથી.

બે વખત થઈ ચૂક્યો છે ફેરફાર
કેન્દ્ર સરકાર કોવીશીલ્ડના બંને ડોઝની વચ્ચેનું અંતર બે વખત બદલી ચુકી છે. અગાઉ 22 માર્ચે બે ડોઝ વચ્ચેના અંતરને 4-6 સપ્તાહથી વધારીને 6-8 સપ્તાહ કરવામાં આવ્યું છે. પછી 13 મેના રોજ અંતરને વધારીને 12-16 સપ્તાહ કરવામાં આવ્યું છે. જોકે કોવેક્સિનના ડોઝના અંતરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...