• Gujarati News
  • National
  • A Decision On Vaccine And Booster Doses For Children May Be Taken Soon, A Review Meeting Of The Center Will Be Held In Two Weeks.

કોરોના દેશ-દુનિયામાં LIVE:દેશમાં ઓમિક્રોનના એક જ દિવસમાં 14 કેસ, કર્ણાટકમાં 5, તેલંગાના-દિલ્હીમાં 4-4 કેસ; હવે દેશમાં 87 કેસ

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • જકાર્તાની વિસ્મા એટલેટ હોસ્પિટલનો વર્કર સંક્રમિત થયો
  • બાળકો માટે વેક્સિન અને બૂસ્ટર ડોઝ બાબતે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે

દેશમાં ગુરુવારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 14 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. કર્ણાટકમાં સૌથી વધુ 5 નવા કેસ મળ્યા છે, જ્યારે તેલંગાના અને દિલ્હીમાં 4-4 અને ગુજરાતમાં એક સંક્રમિત મળી આવ્યા છે. દેશમાં હવે કુલ ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 87એ પહોંચી ગઈ છે.

કર્ણાટકમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 5 નવા સંક્રમિત દર્દી મળી હોવાની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. સુધાકર કેએ ટ્વીટ કરીને શેર કરી છે. હવે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 8 દર્દી મળી આવ્યા છે.

કર્ણાટકમાં ઓમિક્રોનના 5 નવા દર્દીઓમાંથી 19 વર્ષનો યુવક છે, જે બ્રિટનથી પરત ફર્યો છે, જ્યારે દિલ્હીથી પરત ફરેલા 36 વર્ષના યુવકના સેમ્પલમાં પણ નવો વેરિયન્ટ મળ્યો છે. દિલ્હીથી જ પરત ફરેલી 70 વર્ષની વૃદ્ધા પણ ઓમિક્રોન સંક્રમિત થયા છે. બે અન્ય દર્દીમાં નાઈઝીરિયાથી પરત ફરેલા 52 વર્ષના પુરુષ અને સાઉથ આફ્રિકાથી પરત ફરેલા 33 વર્ષની વ્યક્તિ સામેલ છે.

તેલંગાનાના હૈદરાબાદમાં ગુરૂવારે 4 કોરોના દર્દીના જીનોમ સીક્વેન્સિંગ રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગ મુજબ રાજ્યમાં હવે કુલ 7 દર્દી મળી આવ્યાં છે.

આ ઉપરાંત આજે જ દિલ્હીમાં પણ ઓમિક્રોનના 4 નવા કેસ મળી આવ્યા છે. દિલ્હીમાં હવે ઓમિક્રોનના કુલ 10 દર્દી થઈ ગયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે 10માંથી 1 વ્યક્તિ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયો છે. 9 લોકોના LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોઈ પણ કેસ ગંભીર નથી.

ઈન્ડોનેશિયામાં ઓમિક્રોનનો પહેલો કેસ, હોસ્પિટલ વર્કર થયો સંક્રમિત
ઈન્ડોનેશિયામાં ઓમિક્રોનના વેરિયન્ટનો પ્રથમ કેસ મળ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે બુધવારે જકાર્તાની વિસ્મા એટલેટ હોસ્પિટલમાં એક સફાઈ કર્મચારી સંક્રમિત થયો છે. બુધવારે જ ફિલીપાઈન્સમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો હતો. નાઈઝીરિયા અને જાપાનથી અહીં આવેલા 2 ટ્રાવેલર્સમાં બુધવારે નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે નાઈઝેરિયાનો યુવક ઓમાન એરની ફ્લાઈટથી 30 નવેમ્બરે મનીલા પહોંચ્યો, જ્યારે ફિલિપીન મૂળનો વ્યક્તિ 1 ડિસેમ્બરે જાપાનથી આવ્યો હતો.

ગુરુવારે દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોંધાયા
ગુરુવારે દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે ઓમિક્રોનના કુલ કેસ વધીને 10 થઈ ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું કે આ 10માંથી 1 વ્યક્તિ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયો છે. LNJP હોસ્પિટલમાં 9 લોકોની સારવાર ચાલી રહી છે. કોઈપણ કેસ ગંભીર નથી.

દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 78 થઈ ગઈ છે
કોરોનાનો નવો વેરિયન્ટ હવે ડરાવા લાગ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં ઓમિક્રોનના 12 નવા કેસ મળ્યા હતા. દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 78 થઈ ગઈ છે. સૌથી વધારે 32 કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં જાન્યુઆરીમાં ઓમિક્રોનની લહેર આવવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. મુંબઈમાં આજથી 31 ડિસેમ્બર સુધી 144 કલમ લગાવી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ઘણાં નવા પ્રતિબંધ લગાવાવામાં આવ્યા છે.

અન્ય મુખ્ય અપડેટ્સ...

ગુજરાતમાં ઓમિક્રોનના કુલ પાંચ કેસ થયા
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આ બન્નેમાંથી વહુનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. આ પહેલા જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો.

હોંગકોંગ યુનિવર્સિટીનો દાવો- ઓમિક્રોન ડેલ્ટા કરતા 70 ગણો ઝડપથી ફેલાય છે, પરંતુ ખતરનાક નહીં

યુનિવર્સિટી ઓફ હોંગકોંગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ઓમિક્રોન ડેલ્ટા અને સૌથી જૂના કોવિડ-19 સ્ટ્રેનની સરખામણીએ 70 ગણો ઝડપથી ફેલાય છે. જોકે તેમ છતાં તે એટલો જોખમી નથી. દક્ષિણ આફ્રિકાના ડોક્ટરોએ પણ ઓમિક્રોન વિશે પ્રાથમિક આવો જ દાવો કર્યો હતો.

હોંગ-કોંગ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોન સંક્રમણ થયાને 24 કલાકની અંદર વ્યક્તિની શ્વાસનળીમાં ઓમિક્રોન જોવા મળે છે. સ્ટડીમાં એવુ પણ જોવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ નવો વેરિયન્ટ માણસના ફેફસામાં રેપ્લીકેટ કરવામાં 10 ગણો ઓછો પ્રભાવી છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે, ઓમિક્રોનથી થતી બીમારી વધારે ગંભીર નથી. એટલે કે ઓમિક્રોન વેરિયન્ટ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે પરંતુ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ફેફસાને એટલુ વધારે નુકસાન નથી કરતો.

બાળકો માટે વેક્સિન અને બુસ્ટર ડોઝ બાબતે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે
કેન્દ્ર સરકાર વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનેશન યોજનાની સમીક્ષા કરશે. સરકારે ડિસેમ્બરના અંત સુધીમાં જ દેશની 65% પુખ્ત વસતિને બંને ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારની સમીક્ષામાં બાળકોને વેક્સિન આપવા અને પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન અંગેની સ્થિતિ ડિસેમ્બરના અંત સુધીમાં સ્પષ્ટ થઈ જશે. હાલમાં અમારી પ્રાથમિકતા પુખ્ત વયના લોકોમાં બીજા ડોઝના કવરેજને વધારવાની છે. એમાં જોખમ ધરાવતા લોકોનો પણ સમાવેશ થશે. સરકારી ડેટા અનુસાર, બુધવાર સુધીમાં દેશભરમાં 135 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 87.5% લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 56% લોકોને બંને ડોઝ અપાઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,974 કેસ નોંધાયા
​​​​​​​
ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના કેસ ફરી ભયભીત કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય મુજબ ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 9,974 કેસ સામે આવ્યા છે. જે ગઇકાલની સરખામણીએ 14.2 ટકા વધુ છે. જ્યારે આ દરમિયાન 343 લોકોના મોત પણ થયા હતા, જે ગઇકાલના આંક કરતાં 96 વધારે છે. જો કે આ દરમિયાન 7,948 લોકો સાજા પણ થયા હતા.આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધીમાં 87,245 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,41,54,879 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4,76, 478 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના કુલ 135 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4006 કેસ નોંધાયા હતા અને 125 લોકોના મોત થયા હતા. કેરળમાં છેલ્લા બે દિવસની અંદર નવા કેસમાં 2000થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ ​​​​​​​ કેરળમાં ઓમિક્રોનના ​​​​​​​પાંચ કેસ સામે આવ્યા છે.

​​​​​​​બંગાળ અને તામિલનાડુ પહોંચ્યો ઓમિક્રોન, ભારતમાં કોરોનાના 73 કેસ
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન બુધવારે તામિલનાડુ અને બંગાળ પહોંચ્યો છે. બુધવારે બંને રાજ્યમાં પ્રથમ કેસની પુષ્ટિ થઈ ગઈ છે. તામિલનાડુના આરોગ્યમંત્રી એ. સુબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે રાજ્યમાં 47 વર્ષનો આ સંક્રમિત નાઈજીરિયાથી પરત આવ્યો હતો. જ્યારે પશ્ચિમ બંગાળમાં 7 વર્ષના બાળકનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ બાળક અબુધાબીથી હૈદરાબાદ થઈને કોલકાતા પહોંચ્યો હતો. આ તરફ મહારાષ્ટ્ર અને કેરળમાં પણ ગઇકાલે ઓમિક્રોનના 4-4 નવા કેસ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...