LIVE VIDEO પેડલ રિક્ષાચાલકનો આબાદ બચાવ:ટ્રેનની અડફેટે આવી પેડલ રિક્ષા, ચાલકે સમય સૂચકતા વાપરી જીવ બચાવ્યો

21 દિવસ પહેલા

અલીગઢ જંક્શન પર એક પેડલ રિક્ષા ટ્રેનની અડફેટે આવી ગઈ. પેડલ રિક્ષાચાલકે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો. ટ્રેન ત્યાંથી પસાર થઈ અને પેડલ રિક્ષાને પોતાની ઝપેટમાં લઈ લીધી. રેલવે ફાટક બંધ હોવાને કારણે એક પેડલ રિક્ષાચાલક રિક્ષા લઈને ફાટકની નીચેથી પસાર થઈ રહ્યો હતો, થોડી જ સેકન્ડોમાં ટ્રેન આવી અને રિક્ષાને ટ્રેને ટક્કર મારતા પેડલ રિક્ષાચાલકે રિક્ષામાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. ટ્રેન રિક્ષાને ખૂબ દૂર સુધી ઘસડી ગઈ. જો કે આ મામલે હાલ આરપીએફએ રિક્ષાચાલકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. અને પેંડલ રિક્ષાને કબજે કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...