તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Crowd Of Laborers At The Bus Station; The Only Fear Is That If It Is Late Then You Have To Walk Hundreds Of Miles And Go Hungry

દિલ્હીમાં લોકડાઉનની પહેલી રાત:બસ સ્ટેશન પર મજૂરોની ભીડ; એક જ ડર- જો મોડું થયું તો ફરી પાછું સેંકડો માઇલ ચાલીને ભૂખ્યા પેટે જવું પડશે

2 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક
  • ફરીથી નીકળનાર મોટા ભાગના મજૂર બિહાર, યુપી અને ઝારખંડના
  • મુખ્યમંત્રીની અપીલ- આ નાનું લોકડાઉન છે, કોઈ દિલ્હી છોડીને ન જાય

દિલ્હીનું આનંદ વિહાર બસ સ્ટેશન. રાતના 3 વાગ્યા છે. એક વખત ફરી એક વર્ષ જૂની વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હજારોની સંખ્યામાં મજૂરો પોતાનો સામાન અને પરિવારની સાથે એકઠા થઈ ગયા છે.

ન બે ગજનું અંતર છે કે ન તો માસ્કનું બંધન. માત્ર જોવા મળતી ઘરે પહોંચવાની ઉતાવળ. પોતાના જ અતીતથી ગભરાયેલા મજૂરો બોરિયા-બિસ્તરા સહિત કેબ, બસ અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. અંતે, કોરોનાથી બગડતી જતી સ્થિતિને જોતાં સોમવાર સવારે દિલ્હી સરકારે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

તમે ઘરે કેમ જવા માગો છો? જવાબમાં બિહારના ખગડિયાના નન્નુ સિંહ કહે છે, 'માલિકે કહી દીધું કે સ્થિતિ ઠીક નથી, ઘરે જવા નીકળી જાઓ. હાલ ન નીકળ્યા તો ફસાય જશો.' બુલંદશહરના ડેબરી ગામના પવન સિંહ કહે છે, 'ગત વર્ષે લોકડાઉનને કારણે ઘર ગયા બાદ હાલ ત્રણ મહિના પહેલાં જ ઘરેથી પરત ફર્યો હતો. કામ-ધંધો ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. ફરી જામવાનું શરૂ જ થયું હતું કે ફરી લોકડાઉને બધું જ ઉખેડી નાખ્યું.'

ન બસ છે કે ન હજુ સુધી કોઈ ટિકિટનું કંઈ થયું છે. ન જાણે ક્યાં સુધી રાહ જોવી પડશે, તેથી બાળકોની સાથે જમીન પર જ પાથરણું પાથરીને સૂઈ ગયા.
ન બસ છે કે ન હજુ સુધી કોઈ ટિકિટનું કંઈ થયું છે. ન જાણે ક્યાં સુધી રાહ જોવી પડશે, તેથી બાળકોની સાથે જમીન પર જ પાથરણું પાથરીને સૂઈ ગયા.

છેલ્લા એક વર્ષથી ગામડાંમાં શું કર્યું? જેના પર પવન કહે છે, 'શું કરું? બચતને ખતમ કરી. ખેતી જેવું કંઈ જ નથી, બુલંદશહરમાં કોઈ એવું કામ મળતું નથી. અહીં ખાનપુરમાં શુગરની ફેક્ટરીમાં સુપરવાઈઝર હતો. 12 હજાર રૂપિયા મહિના સેલરી હતી. બાળકો ગામડાંની સ્કૂલમાં ભણે છે. તેમને ગત વર્ષે ફી ન ભરવાને કારણે કાઢ્યા હતા. બીજી વખત તેમને સ્કૂલમાં ફરી દાખલ કરવાનું વિચારતા જ હતા કે હવે ફરી લોકડાઉન.'

દિલ્હીમાં 6 દિવસના લોકડાઉનની જાહેરાત થયાને કેટલાક કલાકમાં જ મજૂરોનો પ્રવાહ આનંદ વિહાર બસ ટર્મિનસ પર ઊમટી પડ્યો. રાંચીના નનખુ સાહુ કહે છે, 'હું ફેક્ટરીમાં હતો, જાણ થઈ કે લોકડાઉનની જાહેરાત થઈ છે. મેં ઘરે ફોન કર્યો, સામાન બાંધીને રાખજો હું ઓટો લઈને આવું છું. ઘરે જવા માટે નીકળવાનું છે અને અમે નીકળી પડ્યા.'

બસ સ્ટેશન પર એકઠા થયેલા મોટા ભાગના મજૂરો બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના છે અને દિલ્હીના નરેલા, કિરાડી, ખિડકી, નાંગલોઈ, લાલ કુંવા, ત્રિલોકપુરી, સુલ્તાનપુરી, બવાના, પટપડગંજ અને ઓખલામાં રહે છે.

લોકડાઉનની જાહેરાત બાદ તાત્કાલિક યુપી-બિહારના વર્કર્સે પોતાનો સામાન સમેટ્યો અને સીધા જ બસ, રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા.
લોકડાઉનની જાહેરાત બાદ તાત્કાલિક યુપી-બિહારના વર્કર્સે પોતાનો સામાન સમેટ્યો અને સીધા જ બસ, રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા.

દિલ્હી ઔપચારિક રીતે આ વર્ષે લોકડાઉનની જાહેરાત કરનારું પહેલું રાજ્ય બન્યું. જોકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સાંજે 5 વાગ્યે એકઠી થનારી ભીડની તસવીર આવ્યા બાદ લોકોને દિલ્હી છોડીને ન જવાની અપીલ કરી છે, પરંતુ ગત વર્ષથી ગભરાયેલા લોકો કેબ, બસ કે ટ્રેન જેવા કોઈપણ સાધન મળે તો તેઓ રાજધાની છોડવા આતુર હતા.

મોટા ભાગના મજૂરો એક જ વાત કરતા હતા કે ગત વખતે અમને આશા હતી કે લગભગ સ્થિતિ યોગ્ય થઈ જશે. રાહ જોવાને કારણે ભૂખે મરવાનો વારો આવ્યો. અમારે પગપાળા જ જવું પડ્યું. જો ફરી ટ્રેન અને બસ બંધ થઈ ગઈ તો ફરી નીકળવાનું મુશ્કેલ થઈ જશે.

બસો ઉપરાંત કેટલાક એવા પણ છે કે જેઓ સાઇકલ પર સામાન મૂકીને નીકળી પડ્યા છે. બસનું ભાડું વધશે તો એ પૈસા થોડો દિવસ ઘર ચલાવવામાં કામ આવશે.
બસો ઉપરાંત કેટલાક એવા પણ છે કે જેઓ સાઇકલ પર સામાન મૂકીને નીકળી પડ્યા છે. બસનું ભાડું વધશે તો એ પૈસા થોડો દિવસ ઘર ચલાવવામાં કામ આવશે.

નાઈટ કર્ફ્યૂ છતાં પોલીસ નરમ જોવા મળી
આનંદ વિહાર બસ સ્ટેશનમાં પોલીસ પણ નરમ જોવા મળી. અનેક પોલીસવાળા મજૂરોને અલગ અલગ શહેરો તરફ જતી બસો શોધવામાં મદદ કરતા નજરે પડ્યા. એક પોલીસવાળાએ જણાવ્યું કે 'ગત અનુભવ મજૂરોને ડરાવવા માટે ઘણો જ હતો. આ લોકો હવે દિલ્હી પોતાના ઘરે પરત નહીં ફરે. તે એનાથી સારું છે કે તેઓ જ્યાં જવા માગે છે ત્યાં જવા માટે અમે તેમની મદદ કરીએ.'

માસ્ક ન લગાવવા અને બે ગજના અંતરનું ફોલો ન કરવાને લઈને પણ કોઈને દંડ ફટકરાવામાં આવ્યો ન હતો. પોલીસવાળાનું કહેવું હતું કે 'આટલી ભીડમાં દંડ ફટકારવો શક્ય નથી.'

હજારોની ભીડ બસ સ્ટેશન પર એકઠી છે. આટલા મુસાફરો માટે એકસાથે બસોની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ છે. એવામાં લોકોની પાસે લાંબા સમય સુધી રાહ જોયા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી.
હજારોની ભીડ બસ સ્ટેશન પર એકઠી છે. આટલા મુસાફરો માટે એકસાથે બસોની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ છે. એવામાં લોકોની પાસે લાંબા સમય સુધી રાહ જોયા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી.

મુખ્યમંત્રીએ કહ્યું- 'કોઈ દિલ્હી ન છોડે, હું છું ને'
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પલાયનની આવતી તસવીર જોયા બાદ મજૂરોને કહ્યું, 'હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે લોકો દિલ્હી ન છોડો. આ છ દિવસનું નાનકડું લોકડાઉન છે. મને પૂરી આશા છે કે આને આગળ નહીં વધારવું પડે. મહેરબાની કરીને દિલ્હી ન છોડો, સરકાર તમારી સારસંભાળ રાખશે.'

કેજરીવાલે કહ્યું, લોકડાઉન સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો ન હતો
સોમવારે દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉન સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો ન હતો. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,000થી વધુ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનના સમયનો ઉપયોગ અમે સંસાધનોને એકઠા કરવા માટે કરીશું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખીને સ્થિતિ અંગે જણાવ્યું
દિલ્હીમાં બેકાબૂ થઈ રહેલા કોરોનાના મામલા અને સંસાધનોની ઊણપને લઈને કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને દિલ્હીની સ્થિતિ અંગે જાણ કરી છે. કેજરીવાલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે 'દિલ્હીમાં બેડ્સ અને ઓક્સિજનની ઊણપ છે, તેથી કેન્દ્ર દિલ્હીની મદદ કરે.' મુખ્યમંત્રીએ પત્રમાં લખ્યું કે દિલ્હીમાં કોરોનાં બેડ્સ અને ઓક્સિજનની ઘણી જ અછત છે. લગભગ તમામ આઈસીયુ બેડ ભરેલાં છે. તમારી મદદની જરૂરિયાત છે.

દિલ્હીના ઉપ-મુખ્યમંત્રીએ કહ્યું- કેન્દ્રની મદદથી બહાર આવશે દિલ્હી
દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે 'અમે કેન્દ્રને ઓક્સિજન અને મેડિસિન આપૂર્તિ માટે મદદ માગી છે. અમને આશા છે કે કેન્દ્ર ગત વખતની જેમ આ વખતે પણ મદદ કરશે. ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે પણ અમને આશ્વાસન આપ્યું છે.'

અન્ય સમાચારો પણ છે...