તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Convoy Of 500 Cars Arrived To Take The Gangster From Pune Who Was Released From Jail!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતે કેવું સ્વાગત:જેલમાંથી છૂટેલા પૂણેના ગેંગસ્ટરને લેવા માટે 500 કારનો કાફલો પહોંચ્યો!

પૂણે9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હત્યા કેસમાં નિર્દોષ છૂટેલો ગેંગસ્ટર ગજાનન મારણે ખુલ્લી કારમાં ઘરે પહોંચ્યો

પૂણેના નામચીન ગેંગસ્ટર ગજાનન મારણેને હત્યાના બે કેસમાં કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યો છે. તે મુંબઇની તલોજા જેલમાંથી છૂટતાં તેના સમર્થકોએ શક્તિપ્રદર્શન કર્યું. તેને લેવા માટે જેલની બહાર 500 કારનો કાફલો પહોંચ્યો હતો. સમર્થકોએ પૂણે-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર જુલૂસ કાઢ્યું, ફટાકડાં ફોડ્યા અને ડ્રોન કેમેરાથી તેનું શૂટિંગ પણ કર્યું.

પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ગજાનન સામે 2014માં થયેલી બે હત્યાના ગુના હતા, જેથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. 500 કાર સાથે તેને લેવા આવેલા તેના સમર્થકોએ પહેલાં મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર ભેગા થયા બાદ જુલૂસ કાઢ્યું. ગજાનન એક ખુલ્લી કારમાં ઊભો રહીને નેતાની જેમ સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો.

આ દરમિયાન તેના સમર્થકોએ ફટાકડા ફોડ્યા અને ડ્રોનથી જુલૂસનું શૂટિંગ પણ કર્યું. તેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો. બાદમાં જુલૂસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે ગજાનન અને તેના સમર્થકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો. જુલૂસ દરમિયાન ગજાનનના સમર્થકોએ હાઇવે પર ટોલ ટેક્સ પણ નહોતો ભર્યો. બધી કાર સ્પીડમાં ગજાનનના કોથરુડ સ્થિત ઘરે પહોંચી હતી. સમર્થકોએ ફટાકડા ફોડ્યા, ડ્રોનથી શૂટિંગ પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો