• Gujarati News
  • National
  • A Container Parked On The Side Of The Road Caught Fire From Behind, And The Bus Caught Fire; Mathura Was Going To Darshan From Indore

MPના ગુનામાં આગમાં 3 જીવતા ભડથું:રસ્તાની સાઇડમાં પાર્ક કન્ટેનરને પાછળથી બસ અથડાતા બસમાં લાગી ભીષણ આગ ; ઈન્દોરથી મથુરા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા

મધ્યપ્રદેશએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિની બસમાં કુલ 28 લોકો સવાર હતા

ઈન્દોરથી મથુરા દર્શન કરવા માટે મિની બસમાં સવાર લોકોને શુક્રવારે સવારે મોટો અકસ્માત નડ્યો હતો. મધ્યપ્રદેશના ગુનાના ચાચોડાના બરખેડા પાસે એક મીની બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરને ધડાકા સાથે અથડાઈ હતી. ટક્કરથી બસમાં અચાનક આગ લાગી હતી અને ભાઈ-બહેન સહિત 3 લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. તેમાંથી એક 13 વર્ષની છોકરી પણ હતી. અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 28 લોકો સવાર હતા. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો ત્યારે માત્ર મૃતકોના હાડપિંજર જ મળ્યા હતા. આ ઘટના એ જ જગ્યાએ બની જ્યાં બુધવારે કાર અકસ્માત થયો હતો. જેમાં એક કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

બસમાં લાગેલી આગમાં જ ત્રણ લોકો ભડથું થઈ ગયા હતા.
બસમાં લાગેલી આગમાં જ ત્રણ લોકો ભડથું થઈ ગયા હતા.

મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા
SDOP મુનીશ રાજોરિયાએ જણાવ્યું હતું કે ઈન્દોરના કેટલાક પરિવારો ગોવર્ધન પૂજા પર મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. મીની બસ દ્વારા રાત્રે ઇન્દોરથી નીકળ્યા હતા. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે જ ચાચોડાના બરખેડા પાસે રોડ કિનારે એક કન્ટેનર ઊભું હતું. પાછળથી ટ્રાવેલર બસ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડાતાની સાથે જ બસમાં વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ હતી. બધાને બસમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ ત્રણ લોકો તેમાં ફસાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહીં. મૃતકોમાં ઈન્દોરના રહેવાસી ભાઈ માધો (20) અને દુર્ગા (13) અને ખરગોનના રહેવાસી રોહિત (19)નો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ મિની બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
અકસ્માત બાદ મિની બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

લોકોની બૂમોથી હોબાળો મચી ગયો હતો
ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની બૂમોથી હોબાળો મચી ગયો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતી. આ દરમિયાન પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને સામાન્ય ઈજાઓ થઈ છે. પ્રાથમિક સારવાર બાદ તમામ ઈન્દોર જવા રવાના થયા હતા. ઘટનાસ્થળે જ અવશેષોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેના પરિવારના સભ્યોએ જ તેની ઓળખ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...