• Gujarati News
  • National
  • There Was A Conspiracy To Blow Up The Building; Detention Of A Suspect From Ambala; The DGP Said The Use Of TNT In The Blast

પંજાબ વિસ્ફોટ કેસ:બિલ્ડિંગ ઉડાવી દેવાનું ષડયંત્ર હતુ;  અંબાલાથી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત; DGPએ કહ્યું- વિસ્ફોટમાં TNTનો ઉપયોગ

6 દિવસ પહેલા

પંજાબ પોલીસના મોહાલી સ્થિત ઇન્ટેલિજન્સ વિંગના વડામથક પર હુમલામાં વિસ્ફોટક તરીકે ટ્રાઈ નાઈટ્રો ટોલ્યુઇન (TNT)નો ઉપયોગ થયાની આશંકા છે. આ અંગેનો ખુલાસો પંજાબના DGP વીકે ભાવરાએ કર્યો છે. હુમલા બાદ મીડિયા સાથે વાતચીતમાં DGPએ કહ્યું કે વડામથક પર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. જે સમયે હુમલો થયો તે સમયે રૂમમાં કોઈ ન હતું.

આ હુમલાની અસર દિવાલ પર જોઈ શકાય છે. આ બાબતમાં આતંકવાદી હુમલાના એંગલથી DGPએ કહ્યું કે અત્યારે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસે અંબાલાથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. આ વિસ્ફોટ કરવામાં તેની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસ તેને અંબાલાથી મોહાલી લાવી રહી છે.

પોલીસ ઇન્ટેલિજન્સના સૂત્રો પાસેથી મોટી માહિતી સામે આવી છે. આ હુમલા મારફતે ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરની બિલ્ડિંગને વિસ્ફોટથી ઉડાવી દેવાનું ષડયંત્ર હતું. પણ નિશાન ચૂકી જવાયું હતું. ખુલાસા પંજાબના DGP વીકે ભાવરાએ કર્યું છે. હુમલા બાદ મીડિયા સાથે વાતચીતમાં DGPએ કહ્યું કે હેડક્વાર્ટર અંગે પ્રોજેક્ટાઈલથી હુમલો વિસ્ફોટક બારીની અંદર છોડવાને બદલે દિવાલ સાથે અથડાઈ ગયા. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે જો વિસ્ફોટક સીધા રૂમમાં જાય તો મોટુ નુકસાન થઈ શકતું હતું.

આ કેસમાં પોલીસે બે શંકાસ્પદોની અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશી હેન્ડલર્સે જ આ ટાસ્ક આપવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં પંજાબ પોલીસના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કન્ટ્રોલ યુનિટ (OCCU) તથા એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF)ની ઓફિસ પણ છે. આ સંજોગોમાં તેની પાછળ ગેંગસ્ટરોનો હાથ પણ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

DGP પોલીસને મોટી કડી મળી
DGPએ કહ્યું કે પોલીસને મોટી કડી મળી છે. ટૂંક સમયમાં સમગ્ર કેસને ઉકેલવામાં આવશે. જ્યારે આ ઘટનામાં શંકાસ્પદ સ્વિફ્ટ કાર અંગે મોટી જાણકારી મળી છે. આ સ્વિફ્ટ કાર વિસ્ફોટ બાદ હરિયાણા તરફ ગઈ છે. ત્યા પણ પોલીસે દરોડા પાડી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ની ટીમ પણ મોહાલી પહોંચી તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો આશરે 80 મીટર અંતરેથી કરવામાં આવ્યો હતો. અપરિચિત હુમલાખોરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ઇન્ટેલિજન્સ વિસ્તારમાં CCTV ફૂટેજ, મોબાઈલ ટાવર સાથે વ્યાપક તપાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી એટલે કે AAPના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોહાલી બ્લાસ્ટ એવા લોકોની કાયરતા છે કે જે પંજાબની શાંતિનો ભંગ કરવા માગે છે.

કારમાં ફરતા દેખાયા બે શંકાસ્પદ
પોલીસને હુમલા સમયે બહાર એક સ્વિફ્ટ કાર ફરતી દેખાઈ છે. આ કારથી હુમલમો કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે. હુમલા બાદ આ કાર ગૂમ છે. તેમા 2 શંકાસ્પદ વ્યક્તિ હોવાની આશંકા છે. આ માટે હેડક્વાર્ટરની સામે પાર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

NIAની ટીમ પહોંચી
આ હુમલા બાદ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) પણ સક્રિય થઈ ગઈ છે. NIAની એક ટીમ મંગળવારે સવારે લગભગ 11 વાગે પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ પહોંચી છે. NIA આતંકવાદના એંગલથી તેની તપાસ કરવા પહોંચી છે. પોલીસની ચિંતા એટલા માટે વધી ગઈ છે કારણ કે આ પ્રકારના હથિયાર અફઘાનિસ્તાનમાં ઉપયોગ થતા રહ્યા છે.