• Gujarati News
  • National
  • A Consignment Of Arms Was Coming To India At The International Border, 7 Bombs Were Found

પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું:આંતરરાષ્ટ્રીય સરહદ પર હથિયારોની ખેપ લઈ ભારતમાં આવી રહ્યું હતું; 7 બોમ્બ અને ગ્રેનેડ મળી આવ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતની અંદર હથિયારોની ખેપ લઈને આવી રહેલા પાકિસ્તાની ડ્રોનને જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં તોડી પાડવામાં આવ્યું છે. બોમ્બ નિષ્ક્રીય ટીમે આ ડ્રોનના પેલોડની તપાસ કરી છે અને સાત જેટલા મેગ્નેટીક બોમ્બ તથા સાત જેટલા ગ્રેનેડ્સ મળી આવ્યા છે.

આ હથિયારો તેના અંડર બેરલ ગ્રેનેડ લોંચર્સ (UBGL)માં લગાવેલા હતા, તેમ જમ્મુ સ્થિત એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)એ આ માહિતી આપી હતી. તપાસ ટીમને સવારે તાલ્લી હરિયા ચાકમાં આવેલ સરહદ પર આ ડ્રોન મળી આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે તાલિ હરિયા ચાક વિસ્તાર સ્થિત સરહદ પર ગ્રાઉન્ડ ફાયર દ્વારા આ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.

બોમ્બ ડિસ્પોઝલ એક્સપર્ટની તપાસ

પોલીસે આ ડ્રોન સાથે બાંધવામાં આવેલા હથિયારો પણ જપ્ત કર્યા છે. ડ્રોનથી UBGL તથા 7 સ્ટિક મેગ્નેટીક બોમ્બ પણ મળી આવ્યા છે. કઠુઆના SSPના જણાવ્યા પ્રમાણે બોમ્બ ડિસ્પોઝલ એક્સપર્ટની તપાસ ચાલી રહી છે. કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકવાદી કોઈ મોટા ષડયંત્રની તૈયારી કરી રહ્યા હતા, જોકે સુરક્ષાદળોની સક્રિયતાને લીધે આતંકવાદીઓને સફળતા મળી ન હતી.

ડ્રોનની બેટરી પર ચીની ભાષામાં લખાયેલ છે
SSP રમેશ કોતવાલે જણાવ્યું હતું કે આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું છે. ડ્રોનમાં 2 બેટરી લાગેલી છે, જેમાં ચીની ભાષામાં કંઈક લખાયેલ છે. એવું લાગે છે કે આ ડ્રોનને ચીનની બેટરી લગાવવામાં આવી છે.