દિલ્હીના દલિત બાળકી પર ગેંગ રેપ અને મર્ડર બાબતે કરવામાં આવેલ ટ્વિટને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બીજેપી પ્રવક્તા નવીન કુમારે નવી દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. નવીને પોતાની ફરિયાદમાં લખ્યું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ પોક્સો કાયદાની ધારાઓ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે. રાહુલે પોક્સોની ધારાઓની અવગણના કરી છે.
રાહુલ ગાંધીએ બાળકીના માતા-પિતા સાથે મુલાકાત પછી તેમની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જે પછી હોબાળો થયો હતો.
તસવીરો જાહેર કર્યા પછી ટ્વિટરે રાહુલ ગાંધી વિરુદ્ધ એક્શન લીધી હતી
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટે ટ્વિટરને તસવીરો જાહેર કરવા પર રાહુલ ગાંધી અને કોંગ્રસના ઓફિશિયલ એકાઉન્ટ સહિત કેટલાક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યા હતા. જે પછી રાહુલ ગાંધીએ તેમજ કોંગ્રેસે ભારે હોબાળો કરેલા અને ટ્વિટર પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો. ટ્વિટરે ઉત્તરમાં કહ્યું હતું કે ભારતીય કાયદા પ્રમાણે પીડિતોની સુરક્ષા અને ગોપનિયતા હેતુ તસવીરો જાહેર ન કરવી જોઈએ પરંતુ રાહુલ ગાંધીએ કાયદાનું ઉલ્લઘન કરતા તેમની સાથે આ એક્શન લેવી પડી હતી.
આજે સવારે જ રાહુલ ગાંધીનું એકાઉન્ટ અનબ્લોક થયું છે
ટ્વિટરે આજે સવારે જ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓના ટ્વિટર એકાઉન્ટ અનબ્લોક કર્યા હતા. પરંતુ તેમણે કરેલી તે ટ્વિટને ભારતમાં બતાવવામાં નહી આવે.
બાળકીની માતાને તસવીર ટ્વિટ કર્યા સામે કોઈ વાંધો નથી!
બાળકીની તસવીર જાહેર કર્યા પછી હોબાળો થયો હતો અને આ વિશે પીડિતાની માતાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે રાહુલ ગાંધીના ટ્વિટ કરવા પર મને કોઈ આપત્તિ નથી. જોકે આ બાબતે દિલ્હીમાં એક યાચિકા દાખલ કરવામાં આવી છે અને રાહુલના વિરુદ્ધ FIR નોંધાવાની માગ કરવામાં આવી છે. આ મામલાની સુનાવણી 27 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.