• Gujarati News
  • National
  • A Committee Of PM, Leader Of Opposition And CJI Will Decide, The Court Slammed The Central Government

હવે માત્ર સરકાર જ CECની નિમણૂક નહીં કરી શકે:સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: PM, વિપક્ષના નેતા અને CJIની કમિટી પણ નિર્ણયમાં સામેલ થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો કે PM, લોકસભામાં વિપક્ષના નેતા અને CJI તેમની નિમણૂક કરે. અગાઉ માત્ર કેન્દ્ર સરકાર જ તેમને પસંદ કરતી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે. આ પછી નામો પર અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિનો રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ પસંદગી પ્રક્રિયા CBI ડાયરેક્ટરની કરશે. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા અમલમાં રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે PM, લોકસભાના વિપક્ષના નેતા અને CJIની પનલ જ નિમણૂક કરશે. અગઉ માત્ર કેન્દ્ર સરકાર જ નક્કી કરતી હતી.

5 સભ્યની બેન્ચે કહ્યું હતું કે કમિટીનાં નામોની ભલામણ રાષ્ટ્રપતિ કરશે. આ પછી રાષ્ટ્રપતિ 5 સભ્યની બેન્ચે કહ્યું હતું કે આ સમિતિ રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે. આ પછી રાષ્ટ્રપતિ મહોર મારશે. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ પસંદગી પ્રક્રિયા CBI ડાયરેક્ટરની રીતે થવી જોઈએ.

કોર્ટે કહ્યું- ચૂંટણીપંચનું સ્વતંત્ર હોવું જરૂરી છે
જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું હતું કે લોકશાહીના અસ્તિત્વ માટે ચૂંટણીપ્રક્રિયાની સ્પષ્ટતા જાળવવી જરૂરી છે, નહિતર તે સારા પરિણામ આપશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વોટની તાકાત સર્વોચ્ચ છે, જેના કારણે સૌથી મજબૂત પક્ષો પણ સત્તા ગુમાવી શકે છે, તેથી જ ચૂંટણીપંચનું સ્વતંત્ર હોવું જરૂરી છે. તે બંધારણની જોગવાઈઓ પ્રમાણે અને કોર્ટના આદેશોના આધારે કાયદાના અંદર રહીને નિષ્પક્ષપણે તેની ફરજો નિભાવે એ પણ જરૂરી છે.

હાલ દેશમાં કોઈ કાયદો નથી...જાણો અત્યારે શું પ્રક્રિયા છે

હાલમાં દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને કોઈ કાયદો નથી. નિમણૂકની સમગ્ર પ્રક્રિયા કેન્દ્ર સરકારના હાથમાં છે. અત્યારસુધી અનુસરવામાં આવતી પ્રક્રિયા મુજબ, સચિવ સ્તરના હાલના અથવા નિવૃત્ત અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે.

કેટલીકવાર આ યાદીમાં 40 જેટલા નામ હોય છે. આ યાદીના આધારે ત્રણેય નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ નામો પર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વિચાર કરતા હોય છે. આ પછી, વડાપ્રધાન પેનલમાં સામેલ અધિકારીઓ સાથે વાત કરે છે અને રાષ્ટ્રપતિને એક નામ મોકલે છે. આ નામોની સાથે વડાપ્રધાનની નોટ પણ મોકલવામાં આવે છે. જેમાં ચૂંટણી કમિશનર તરીકે જે તે વ્યક્તિની ચૂંટણી માટેના કારણો પણ આપવામાં આવ્યા હોય છે.

જો જોવામાં આવે તો આ પ્રક્રિયામાં સરકારની સંપૂર્ણ ભૂમિકા છે. તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની વય સુધી જે વહેલો હોય તે માટે છે. આ પ્રક્રિયાથી ચૂંટણી કમિશનરોની પસંદગી કરવામાં આવે છે અને તેમાંથી સૌથી વરિષ્ઠને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

ચૂંટણી પંચમાં કેટલા ચૂંટણી કમિશનર હોય શકે છે
ચૂંટણી કમિશનર કેટલા હોય શકે છે, તેને લઈને બંધારણ કોઈ સંખ્યા નક્કી કરવામાં આવી નથી. બંધારણની કલમ 324 (2) મુજબ ચૂંટણી કમિશનરમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર હોય શકે છે. આ રાષ્ટ્રપતિ પર નિર્ભર હોય છે કે આની સંખ્યા કેટલી હશે. આઝાદી પછી દેશમાં ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ છે.

16 ઓક્ટોબર 1989માં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની સરકારે બે વધુ ચૂંટણી કમિશનરની નિમણૂક કરી હતી. આનાથી ચૂંટણી પંચ બહુ-સભ્ય સંસ્થા બની ગયું. આ નિમણૂકો 9મી લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર આરવીએસ પેરી શાસ્ત્રીને નીચે પાડવા માટે કરવામાં આવી હતી.

2 જાન્યુઆરી 1990ના રોજ, વી.પી. સિંહ સરકારે નિયમોમાં સુધારો કર્યો અને ચૂંટણી પંચને ફરીથી સિંગલ મેમ્બર બોડી બનાવી. 1 ઓક્ટોબર, 1993ના રોજ, પીવી નરસિમ્હા રાવ સરકારે ફરી એક વટહુકમથી વધુ બે ચૂંટણી કમિશનરની નિમણૂકને મંજૂરી આપી. ત્યારથી ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થયો છે.

1 ઓક્ટોબર, 1993 થી, ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થયો છે.
1 ઓક્ટોબર, 1993 થી, ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થયો છે.

EC-CECની નિમણૂક પ્રક્રિયા પર કોર્ટે સવાલ ઉઠાવ્યા
ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે CEC અને ECની નિયુક્તિ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે આ મામલે કેન્દ્રથી ચૂંટણીની અપોઇન્ટમેન્ટની ફાઈલ માગી હતી. કોર્ટના આદેશ પછી કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની એપોઇન્ટમેન્ટની ઓરિજિનલ ફાઇલ સુપ્રીમ કોર્ટને સોંપી છે.

ફાઇલ જોયા પછી જ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે ચૂંટણી કમિશનરના નિયુક્તિની ફાઇલ વીજળી વેગે ક્લિયર થઈ ગઈ છે. આ કેવું મૂલ્યાંકન છે. સવાલ એની યોગ્યતા પર નથી. અમે નિયુક્તિ પ્રોસેસ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

હવે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિયુક્તિ પર હોબાળો કેમ?
હકીકતમાં 1985 બેચના IAS અરુણ ગોયલને ઉદ્યોગ સચિવપદ પર 18 નવેમ્બરે VRS લઈ લીધું હતું. આ પદ પર તેમણે 21 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા. ગોયલને 19 નવેમ્બરે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી આયોગનો ભાગ હશે.

આ નિયુક્તિ પર સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અરજી દાખલ કરીને સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલે સુનાવણી કરી હતી. ગુરુવારે આ સુનાવણીનો ત્રીજો દિવસ છે.

કોર્ટ CEC અને ECની નિયુક્તિની પ્રક્રિયા પર 23 ઓક્ટોબર 2018ના દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે CBI ડાયરેક્ટર અથવા લોકપાલની રીતે જ કેન્દ્ર એકતરફી ચૂંટણી આયોગના સભ્યોની નિયુક્તિ કરે છે. અરજીમાં આ નિયુક્તિઓ માટે કોલેજિયમ સિસ્ટમની માગ કરી છે.

IAS અરુણ ગોયલે 18 નવેમ્બરે VRS લીધું અને 19 નવેમ્બરે ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા. આ નિમણૂક સામે પિટિશન દાખલ કરવામાં આવી છે.
IAS અરુણ ગોયલે 18 નવેમ્બરે VRS લીધું અને 19 નવેમ્બરે ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા. આ નિમણૂક સામે પિટિશન દાખલ કરવામાં આવી છે.

કોલેજિયમ સિસ્ટમમાંથી CECની નિમણૂક પર કોર્ટમાં સુનાવણી
કૉલેજિયમ સિસ્ટમ હેઠળ CEC અને ECની નિમણૂકની પ્રક્રિયા પર 23 ઑક્ટોબર, 2018ના રોજ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ મહત્ત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ ડાયરેક્ટર અથવા લોકપાલની જેમ કેન્દ્રએ ચૂંટણીપંચના સભ્યોની નિમણૂક કરવી જોઈએ. મંગળવારે જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી.

સુપ્રીમ કોર્ટે નિમણૂકને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી
મંગળવારે સુપ્રીમ કોર્ટે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CECની નિમણૂક પ્રક્રિયાને લઈને સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ટીએન શેષન, જેઓ 1990 અને 1996 વચ્ચે સીઈસી હતા, પછી કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમનો કાર્યકાળ પૂર્ણ કરવાની તક મળી નથી. શું એવું એટલા માટે થયું છે કે સરકારને CEC બનાવવાની વ્યક્તિની જન્મતારીખ ખબર છે? વર્તમાન સરકાર દરમિયાન જ નહીં, UPA સરકાર દરમિયાન પણ આવું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...