જાસૂસીનો સૌથી મોટો પ્રોજેક્ટ:થરુરની અધ્યક્ષતાવાળી સમિતિ કેન્દ્રને પૂછશે- જાસૂસી થઈ કે નહીં

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પાયવેરથી નેતાઓ-પત્રકારોની જાસૂસીના આરોપની તપાસ કરશે સંસદીય સમિતિ
  • સમિતિએ આઈટી અને ગૃહ મંત્રાલયના અધિકારીને 28 જુલાઈએ બોલાવ્યા

આઈટી મામલાની સ્થાયી સંસદીય સમિતિએ પેગાસસ મામલે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. કોંગ્રેસના સાંસદ શશી થરુરના અધ્યક્ષપદ હેઠળની આ સમિતિએ આઈટી તથા ગૃહમંત્રાલયના અધિકારીઓને પેગાસસ દ્વારા પત્રકારો, નેતાઓ તથા અન્યોની જાસૂસી થઈ છે કે કેમ તે અંગે સવાલ પૂછશે. સમિતિની બેઠક 28 જુલાઈએ સાંજે 4 વાગે યોજાશે.

તેના એજન્ડામાં નાગરિકોની ડેટા સુરક્ષા અને ગોપનીયતા એવો વિષય રખાયો છે. સમિતિનું પ્રાથમિક લક્ષ્ય એ જાણવાનું છે કે જાસૂસી થઈ કે નહીં? થઈ તો કોને કરાવી? શું ભારતની સરકાર પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરે છે? જો કરે છે તો અત્યાર સુધીમાં કોની જાસૂસી કરાઈ? જાસૂસીનો નિર્ણય કયા આધારે લેવાયો?

સંસદીય સમિતિ પાસે સીમિત અધિકાર, JPC કે સ્વતંત્ર તપાસ જ વધુ અસરકારક
થરુરના અધ્યક્ષપદ હેઠળની સંસદીય સમિતિ આ મામલે સક્રિય બની છે પરંતુ તેના અધિકાર સીમિત છે. સંસદની સ્થાયી સમિતિ કોઈ વિભાગ સંબંધિત મામલે અભ્યાસ કરી રિપોર્ટ બનાવી શકે છે. અધિકારીઓની પૂછપરછ કરી શકે છે પરંતુ સમિતિના રિપોર્ટમાં કોઈ અનિવાર્ય રિપોર્ટ નથી હોતો.

જોકે આ રિપોર્ટ સંસદના બંને ગૃહમાં રજૂ થાય છે પરંતુ રિપોર્ટની ભલામણો પર સરકાર કાર્યવાહી કરે તેવી કોઈ અનિવાર્યતા નથી હોતી. કારણ કે તેની પાસે જેપીસી જેવી તાકાત નથી. સ્થાયી સમિતિના મુખ્ય બે કામ હોય છે. એક બજેટમાં મંત્રાલયની માંગની સમીક્ષા કરવી, બીજું જો સંબંધિત વિભાગ તરફથી કોઈ વિધેયક સંસદમાં આવ્યો હોય તો તેને લોકસભાના સ્પીકર કે રાજ્યસભાના સ્પીકર દ્વારા સંબંધીત કમિટીને રિફર કરી તેનો રિપોર્ટ બનાવવો. તપાસ માટે જેપીસી જ બનાવવી જોઈએ.
- પીડીટી આચારી, સંસદીય બાબતોના વિશેષજ્ઞ

સંસદીય સમિતિમાં પણ ભાજપની બહુમતી, કુલ 32 સભ્ય તેમાં 17 ભાજપના કે સહયોગી પક્ષના
શશી થરુરના વડપણ હેઠળની આઈટી સંબંધિત સ્થાયી સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 11 સભ્ય છે. તેમાંથી 17 ભાજપના કે તેના સહયોગી પક્ષના સભ્ય છે. સમિતિના ભાનુપ્રતાપસિંહ અને નિશિથ પ્રમાણિત મંત્રી બની ગયા છે. આથી બે સીટ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...