દુર્ઘટના:જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં વાદળ ફાટવાથી 4ના મૃત્યુ, 1 યુવક ગુમ; ઘટના પછી એસડીઆરએફના સભ્યો ઘટના સ્થળે

શ્રીનગર4 મહિનો પહેલા
  • બારમૂલાના રફિયાબાદ વિસ્તારમાં હમામ માર્કૂટના પહાડી ક્ષેત્રમાં વાદળ ફાટ્યું

જમ્મુ-કાશ્મીરના બારામૂલાના રફિયાબાદ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય 1 વ્યક્તિ હાલ પણ ગુમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બારમૂલાના રફિયાબાદ વિસ્તારમાં હમામ માર્કૂટના પહાડી ક્ષેત્રમાં વાદળ ફાટ્યું અને પાંચ સભ્યો ધરાવતો બકરવાલ પરિવાર તેનો ભોગ બન્યો. ઘટના પછી એસડીઆરએફના સભ્યો પોલીસની સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ અભિયાન શરૂ કર્યું છે. ટીમમાં અત્યાર સુધીમાં 4 શબ મળ્યા છે.

મૃતકોના નામ શહનાઝા બેગમ, નાઝિયા અખ્તર, આરિફ હુસૈન અને તારિક અહમ છે. આ તમામ નૌશેરા રાજૌરી નિવાસી હતી. પરિવારનો એક સભ્ય હજી પણ ગુમ છે.

અન્ય સમાચારો પણ છે...