• Gujarati News
  • National
  • A Closed door Meeting Of The Leaders Of 32 Organizations Of Punjab Was Held; The Issue Of Contesting Elections Was Discussed At The Meeting

હવે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે ખેડૂત!:પંજાબના 32 સંગઠનના નેતાઓની બંધબારણે બેઠક યોજાઇ; ચૂંટણી લડવા મુદ્દે બેઠકમાં મંથન

ચંદીગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેટલાક ખેડૂતોનો મત હતો કે તેમને સીધા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ. - Divya Bhaskar
કેટલાક ખેડૂતોનો મત હતો કે તેમને સીધા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ.
  • ખેડૂત નેતા ગુરનામ ચઢુની પંજાબના રાજકારણમાં સક્રિય થઈ ગયા છે

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ની લડાઈમાં ખેડૂત નેતાઓ પણ મેદાનમાં ઝંપલાવી શકે છે. ગુરુવારે પંજાબના 32 ખેડૂત સંગઠનોના નેતાઓએ લુધિયાણાના સમરાલામાં એક ગુપ્ત બેઠક યોજી હતી, જેમાં ખેડૂતો નેતાઓએ ચૂંટણી બાબતે મંથન કર્યું હતું. કેટલાક ખેડૂત નેતાઓનો મત હતો કે તેઓએ સીધા ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ.

જો કે, હાલ પૂરતું ખેડૂત નેતાઓએ પોતે ચૂંટણી લડવા સિવાય કોઈપણ એક પક્ષ, કોઈપણ એક યુનિયન અથવા નેતાને ટેકો આપવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. આના વિશે ફરી ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ શકે છે. આ સાથે જ બેઠકની માહિતી બહાર આવતાં જ આગેવાનોમાં દોડધામ મચી ગઈ હતી.

લુધિયાણાના ખન્નામાં બલબીર રાજેવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજેવાલ આપ પાર્ટીના CM પદના ઉમેદવાર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
લુધિયાણાના ખન્નામાં બલબીર રાજેવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજેવાલ આપ પાર્ટીના CM પદના ઉમેદવાર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સર્વસંમતિ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે
બેઠકમાં કેટલાક ખેડૂત નેતાઓએ કહ્યું કે પંજાબની જનતા ક્યારેક કોંગ્રેસને તો ક્યારેક અકાલીદળને સત્તા આપે છે. તેમ છતાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. તેથી હવે 32 સંગઠનો વચ્ચે સર્વસંમતિ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ખેડૂત સંગઠનોના નેતાઓએ જ ચૂંટણી લડવી જોઈએ અને પછી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે.

ચૂંટણી લડવા પર હવે પ્રતિબંધ નહીં
ખેડૂત નેતા બુટા સિંહ બુર્જ ગિલે કહ્યું કે બલબીર સિંહ રાજેવાલે સમરાલામાં પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બધા ત્યાં ભેગા થયા હતા. જ્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલતું હતું ત્યાં સુધી ખેડૂતોના નેતાઓને રાજકારણથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. હવે કૃષિ કાયદા પાછા ખેંચી લીધા બાદ આંદોલનનો અંત આવ્યો છે. હવે કોઈના પર રાજકારણમાં જવા માટે કે ચૂંટણી લડવા માટેનો કોઈ પ્રતિબંધ નથી

ખેડૂત નેતા બુટા સિંહ બુર્જ ગિલ.
ખેડૂત નેતા બુટા સિંહ બુર્જ ગિલ.

ચઢુની પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે
સંયુક્ત કિસાન મોરચામાં રહેલા હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચઢુની પંજાબના સંગઠનો માટેના પડકાર બન્યા છે. ચઢુની પંજાબના રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. તેઓ પોતે ચૂંટણી લડશે નહીં, પરંતુ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે. શનિવારે તેમની પ્રેસ કોન્ફરન્સ છે, ત્યારબાદ તેઓ પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે. ચઢુની જો પંજાબના રાજકારણમાં ખેડૂતોના આધારે સફળ થઈ ગયા તો પંજાબના સંગઠનોને મોટો ઝટકો મળી શકે છે. માટે ચૂંટણી લડવા બાબતે મંથન કરવામાં આવી રહ્યું છે.

હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચઢુની.
હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચઢુની.
અન્ય સમાચારો પણ છે...