તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિમલામાં ગંભીર અકસ્માત:300 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકી; 4 લોકોના મોત, ભોગ બનનારમાં બે શિક્ષકો

શિમલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ કારનો બુકડો બોલી ગયો હતો. - Divya Bhaskar
અકસ્માત બાદ કારનો બુકડો બોલી ગયો હતો.
  • તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

હિમાચલ પ્રદેશનાં શિમલા જીલ્લામાં મઝોલી ગામની પાસે એક કાર ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતાં. 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ઘાયલોને શિમલામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી, બપોરે આશરે એક વાગ્યા પછી હરિપુરધરથી HP. 08B-9007 નંબરની કાર ગાંવબાગ જવા રવાના થઇ હતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ ડ્રાઇવરે કાર પર કાબુ ગુમાવતા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

3 લોકોનાં ઘટના સ્થળે મૃત્યુ
કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોનાં મૃત્યુ ઘટના સ્થળે જ થયા હતા. 2 ઘાયલોને CHC હરિપુરધાર લાવવામાં આવ્યા હતા. જ્યા એક યુવકને પ્રાથમિક સારવાર પછી શિમલા લઇ જવામાં આવ્યા છે. બીજા યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ જીવનસિંહ (70), રોશન ધાનીરામ (32), રાજેન્દ્ર નૈનસિંહ (31) બાગગામનાં વિધા દેવી પત્ની કેદારસિંહ (39) છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...