• Gujarati News
  • National
  • A Call Came On The Number Of Reliance Foundation, Said We Will Eliminate The Entire Family In Three Hours

અફઝલ બનીને વિષ્ણુએ આપી હતી મુકેશ અંબાણીને ધમકી:56 વર્ષનો વિષ્ણુ ભૌમિક વ્યવસાયે જ્વેલર્સ છે, સવા કલાકમાં કર્યા હતા 8 કોલ

2 મહિનો પહેલા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને ફરીથી જીવથી મારી નાખવાની ધમકી આપનારની ઓળખ થઈ ગઈ છે. 56 વર્ષનો વિષ્ણુ વિભુ ભૌમિકે જ અંબાણી પરિવારને મારી નાખવા માટેના ધમકી ભર્યા ફોન કર્યા હતા.

ડીસીપી નિલોત્પલના જણાવ્યા મુજબ, પોલીસે પકડેલી આ વ્યક્તિ વ્યવસાયે જ્વેલર્સ છે અને દક્ષિણ મુંબઈમાં તેની દુકાન છે. મીડિયા રિપોર્ટ મુજબ તેને રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફોન કર્યો ત્યારે તેને પોતાનું નામ અફઝલ જણાવ્યું હતું. તે દહિસરનો રહેવાસી છે.

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કર્યા હતા 8 કોલ
HN રિલાયન્સ હોસ્પિટલના CEO ડૉ.તરંગ જ્ઞાનચંદાનીએ કહ્યું, 'અમે હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસ પર ઝંડો ફરકાવી રહ્યાં હતા, ત્યારે અજાણ્યા નંબરથી એક કોલ આવ્યો. ફોન કરનાર અમારા ચેરમેનનું નામ લઈને ધમકી આપી રહ્યો હતો. જે બાદ સવારે 10.45 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે આઠથી નવ કોલ હોસ્પિટલના પબ્લિક નંબર પર આવ્યા.'

'કોલ આવ્યા બાદ અમે મુંબઈ પોલીસને જાણ કરી. DB માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી. હાલ માહિતી મળી છે કે સંદિગ્ધને દહિસર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.'

પકડાયેલો આરોપી માનસિક વિકલાંગ, સુરક્ષા કડક
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં કોલર માનસિક રીતે વિકલાંગ હોવાનું જાણમાં આવે છે. જો કે હાલ તેની વિસ્તૃતથી પૂછપરછ કરવામાં આવશે. આ પહેલાં અંબાણીને ધમકીની ફરિયાદ મળતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. પોલીસ કમિશનરને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી હતી. તો અંબાણી પરિવાર અને એન્ટીલિયા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીને મળી છે Z+ સિક્યોરિટી
મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી એ સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી આપી હતી. તેમની પત્ની નીતા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે Y+ સિક્યોરિટી આપી છે. તેમનાં બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.

એન્ટિલિયા બહાર સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે.
એન્ટિલિયા બહાર સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે.

ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયા પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી હતી
ફેબ્રઆરી 2021માં એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક એસયુવી મળી હતી. એસયુવીમાં 20 જિલેટીન અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીને ધમકી અપાઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વઝેનું નામ સામે આવ્યું હતું. હાલ NIA કેસની તપાસ કરી રહી છે.

વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી હતી એની તસવીર.
વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી હતી એની તસવીર.
અન્ય સમાચારો પણ છે...