જીવનાં જોખમે મોતની મુસાફરી:પશ્ચિમ બંગાળના બર્દવાનમાં સમી સાંજે સર્જાયો બસ અકસ્માત

19 દિવસ પહેલા

પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાના કટવા ખાતે રવિવારે સાંજે એક બસ એક્સિડેંટ થયો હતો. આ બસ બર્દવાન શહેર તરફ જતી હતી. આ અકસ્માતના સમયે બસમાં ઘણાં યાત્રીઓ સવાર હતાં. આ ઘટનામાં એક યાત્રીનું મૃત્યુ થયું હતું. સાથે જ આ ઘટનામાં કેટલાએ અન્ય લોકોને બચાવી લેવાયા અને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

રવિવારે સાંજે પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાના કટવામાં યાત્રીઓથી ભરેલી દોડતી બસે પલટી ખાધી હતી. અકસ્માતના સમયે બસમાં કેટલાએ યાત્રીઓ સવારી કરી રહ્યા હતાં. આ ઘટનામાં એક યાત્રીનું મૃત્યુ થયું છે. સાથે જ આ ઘટનામાં ઘણાં લોકોને બચાવાયા અને હોસ્પિટલમાં ભરતી કરાયા હતાં. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ આ બસ દુર્ઘટનામાં એકનું મૃત્યુ અને આશરે 40 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને કટવા અનુમંડલીય હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા હતાં. આમાંથી ઘણાંની હાલત ગંભીર છે. જણાવી દઈએ કે બસ અનિયંત્રિત થયા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના સમયે બસની છત ઉપર પણ થોડા યાત્રિઓ બેઠા હતાં.

અન્ય સમાચારો પણ છે...