આસામનો ભયાનક વીડિયો:ખિજાયેલા આખલાએ શિંગડે ચઢાવી યુવકને પછાડ્યો, રોડ પરથી ખેતરમાં ફેંકી દીધો, લોકો જોઈ ના શક્યા,

7 દિવસ પહેલા

આસામના ઉત્તરી ગુવાહાટીમાં ગુસ્સે ભરાયેલા આખલાએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આખલોએ તેના સિંઘડામાં ભરાવીને યુવકે પછાડી અને ઢસડીને વારંવાર હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ આખલાને ભગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, આખલો યુવક પર તૂટી પડ્યો હતો. આખલાના હુમલાને જોઈને યુવકનું બચવું મુશ્કેલ લાગતું હતું. જો કે, સદનસીબે યુવકનો જીવ બચી જતાં તે ચહેરા પર મુસ્કાન સાથે બહાર આવ્યો હતો. આ ઘટનામાં યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.