• Gujarati News
  • National
  • A British Citizen Who Came To India Got Malaria In Lockdown, Then Got Dengue, Got Corona, Recovered And Got Bitten By A Snake News And Updates

કઠણાઈનું કારખાનું:ભારત આવેલા બ્રિટિશ નાગરિકને લોકડાઉનમાં મલેરિયા થયો, પછી ડેંગ્યુ થયો, કોરોના થયો, એમાંથી સાજા થયા તો સાપ કરડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરોપકાર અર્થે ભારત આવેલા ઈયાન એક પછી એક અણધારી મુસીબતોમાં ફસાવા લાગ્યા. - Divya Bhaskar
પરોપકાર અર્થે ભારત આવેલા ઈયાન એક પછી એક અણધારી મુસીબતોમાં ફસાવા લાગ્યા.
  • લોક કલાકારો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા તરફથી ઈયાન જોન્સ ભારત આવ્યા હતા, લોકડાઉનમાં અટવાઈ ગયા
  • ઈયાનના દીકરાએ પિતાની સહાયતા માટે વેબસાઈટ બનાવતાં તેમની મુસીબતો પ્રત્યે દુનિયાનું ધ્યાન ખેંચાયું

મુશ્કેલી આવે છે ત્યારે બધું સાથે લઈને આવે છે એવી જાણીતી ઉક્તિ બ્રિટિશ નાગરિક ઈયાન જોન્સના કિસ્સામાં સાચી પડી છે. ચેરિટી વર્ક માટે ભારત આવેલા ઈયાન જોન્સને ભારતમાં પ્રથમ મલેરિયા થયો. એની સારવાર પૂરી થઈ ત્યાં ડેન્ગ્યુ લાગુ પડ્યો. ડેન્ગ્યુમાંથી બચ્યા ત્યાં કોરોનાની અડફેટે ચડી ગયા. મહામુશ્કેલીએ કોરોનામુક્ત થયા ત્યાં ઝેરી સાપે દંશ મારતાં હાલ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.

એક પછી એક આફતની વણઝાર
લોક કલાકારોના ઉત્થાન માટે કાર્યરત એક વૈશ્વિક સંસ્થામાં કામ કરતા ઈયાન જોન્સ ગત ફેબ્રુઆરીમાં ભારત ખાતે જોધપુર વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. તેમનો પરત જવાનો સમય થાય એ પહેલાં દેશભરમાં લોકડાઉન લાગુ થઈ ગયું.
લોકડાઉનને લીધે વતન પરત ન જઈ શકેલા ઈયાનને મલેરિયા લાગુ થયો. જોધપુરની હોસ્પિટલમાં તેણે મલેરિયાની સારવાર લીધી, પરંતુ એમાંથી સાજો થાય એ પહેલાં તેમને ડેન્ગ્યુ થયો. ડેન્ગ્યુની સારવાર લઈને હજુ એ પોતાના કામચલાઉ રહેઠાણ પર પહોંચ્યો ત્યાં બીજા જ દિવસે તેનો બ્રિટિશ સાથી કોરોના સંક્રમિત થયો. આથી જોન્સનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં સાવચેતી ખાતર તેને પણ હોસ્પિટલમાં ભરતી કરાયો.

કોરોનાથી બચ્યો તો સાપ ડંખ્યો
હોસ્પિટલમાં દાખલ હતો એ દરમિયાન જ ઈયાનને પણ કોરોનાનાં લક્ષણો વર્તાવા લાગ્યાં. ફરીથી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી.
કોરોનાથી સાજો થઈને તેઓ પોતાના આશ્રય સ્થાને પહોંચ્યો ત્યાં બીજા જ દિવસે તેને ઝેરી બ્લેક કોબ્રાએ દંશ માર્યો. ઈયાનના સાથીદારોએ તેમને હોસ્પિટલે પહોંચાડ્યો ત્યારે તેઓ ભારે ગંભીર સ્થિતિમાં હતા. સ્થાનિક તબીબોએ 9 દિવસની સારવાર પછી તેમને સાજા કર્યા. હજુ પણ સાપે દંશ માર્યો હતો એ ડાબો પગ બરાબર કામ કરી રહ્યો નથી.

ઈયાનના દીકરાએ મુશ્કેલીમાં ફસાયેલા પિતા માટે વેબસાઈટના માધ્યમથી મદદ માગી હતી.
ઈયાનના દીકરાએ મુશ્કેલીમાં ફસાયેલા પિતા માટે વેબસાઈટના માધ્યમથી મદદ માગી હતી.

દીકરાએ વેબસાઈટના માધ્યમથી મદદ માગી
પરોપકાર અર્થે ભારત આવેલા ઈયાન એક પછી એક અણધારી મુસીબતોમાં ફસાવા લાગ્યો, એ પછી તેના પુત્રે gofundme.com નામની હેલ્પિંગ વેબસાઈટના માધ્યમથી પોતાના પિતાની મદદ માટે ટહેલ નાખી હતી, જેને વિશ્વભરમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. 8000 પાઉન્ડની જરૂરિયાત સામે આજ સુધીમાં 17,409 પાઉન્ડ એકઠા થઈ ચૂક્યા છે.

મંગળવારે ઈયાનનો છુટકારો થશે
ભારે આપત્તિઓનો ભોગ બનેલો ઈયાન આ લખાઈ રહ્યું છે ત્યારે જોધપુરથી દિલ્હી પહોંચી ચૂક્યા છે અને મંગળવારે વહેલી સવારની ફ્લાઈટમાં લંડન જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...