તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Bridge At Jakhan River On Ranipokhari Rishikesh Highway Collapses In Dehradun, Uttarakhand

આકાશી આફત:ભારે વરસાદથી દેહરાદૂન-ઋષિકેશ વચ્ચે પુલ તૂટ્યો, એક ટ્રક ઉંધો પડ્યો-અનેક ગાડીઓ તણાઈ

એક મહિનો પહેલા
  • ઉત્તરાખંડમાં હજી 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું
  • દેહરાદૂનના ઘણાં વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું

છેલ્લાં 48 કલાકથી ચાલતા વરસાદના કારણે દેહરાદૂનમાં બરબાદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રાની ખોપરી નજીકનો દેહરાદૂન-ઋષિકેશનો બ્રિજ તૂટી ગયો છે. ત્યારપછી અહીં ઘણાં વાહનો ફસાયા છે. અહીં સતત થતાં વરસાદના કારણે માલદેવતા-સહસ્ત્રધારા લિંક રોડ ઘણાં મીટરો સુધી

નદીમાં સમાઈ ગયો છે. આ ઘટના ખેરી ગામની છે. અહીં ભારે વરસાદના રસ્તાઓ તૂટી ગયા છે અને આખો રસ્તો પાણીમાં તણાઈ ગયો છે. અહીં બે ગાડીઓ પણ તણાઈ હોવાની માહિતી મળી છે.

એસડીએમ ડોઈવાલા લક્ષ્મી રાજ ચૌહાણે જણાવ્યું છે કે, પાણીના ભારે વહેણના કારણે ખાનીપોખરી જાખન નદીનો પુલ વચ્ચેથી તૂટી ગયો છે. આ દરમિયાન અહિંથી પસાર થતાં અમુક વાહનો નીચે પડી ગયા હતા. અમુક બાઈક સવારોને પણ માંડ માંડ બચાવવામાં આવ્યા છે. કોઈ મોટી જાનહાનીની માહિતી હજી સુધી મલી નથી. ઘટના સ્થળે તુરંત એસડીઆરએપની ટીમ અને પોલીસ પ્રશાસનના લોકો હાજર છે.

પોલીસે પુલ પરનો વાહનવ્હવહાર સંપૂર્ણ રીતે બંધ કરાવી દીધો છે. નોંધનીય છે કે, ઋષિકેશના મેયર અનીતા પણ ર્દુઘટનાના થોડા સમય પહેલાં જ પુલ પરથી પસાર થયા હતા. માહિતી મળતાં જ પૂર્વ કેબિનેટ મંત્રી હીરા સિંહ બિષ્ટ અને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતના પ્રતિનિધિ પૂર્વ ઓએસડી ધીરેન્દ્ર પવાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

હવામાન વિભાગે ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડે 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ જિલ્લામાં નૈનીતાલ. ચંપાવત, ઉધમસિંહ નગર, બાગેશ્વર અને પિથૌરાગઢ સામેલ છે. તે સિવાય દેહરાદૂન, ટિહરી, પૌડી જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડમાં પહેલાં જ હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું હતું. વિભાગના ઘણાં જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં બુધવારે પણ ઉત્તરાખંડમાં શહેરના બહારના સીમા વિસ્તારમાં આવેલા ખાબડાંલા ગામમાં સાતલા દેવી મંદિરની પાસે વાદળ ફાટવાના કારણે નદીમાં પૂર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...