બિહારના છપરામાં એક દુર્ધટના સર્જાઈ હતી. અહીં છપરામાં એક 15 વર્ષનો છોકરો કાનમાં ઈયરફોન લગાવીને ગીત સાંભળતા સાંભળતાં રેલવે-ટ્રેક પર ચાલતાં ચાલતાં સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી ધસમસતી આવતી ટ્રેને તેને ઉડાવી દીધો હતો. અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બુધવારની છે. આ અકસ્માત ગોરખપુર પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેનથી સર્જાયો હતો. આ ઘટના મઢૌરાના ટેરા ગામમાં બની હતી. છોકરાનું નામ રાહુલ કુમાર છે. તે મશરક પોલીસ સ્ટેશન વિસ્તારના સોનૌલી ગામનો રહેવાસી હતો.
ટ્રેનની અડફેટે આવી જતાં મોત
સવારે જ્યારે રેલવેકર્મચારીઓએ તેનો મૃતદેહ જોયો તો પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ છોકરાના કાનમાં ઈયરફોન લાગેલા હતા. તેના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોની હાલત ખરાબ હતી. મૃતદેહની અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. છોકરો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્નમાં સામેલ થયા બાદ ઘરે પરત ફરતી વખતે તે ટ્રેનની અડફેટે આવી ગયો હતો.
ઈયરફોનને કારણે સર્જાઈ દુર્ઘટના
છોકરાના કાકા સંતોષ પરિહારે જણાવ્યું હતુ કે તે જનતા હાઈસ્કૂલ ગોઢનામાં ધોરણ 9માં ભણતો હતો. તે મઢૌરાનો ટેરા ગામે પોતાના મામા રવિન્દ્ર સિંહને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પુર્ણ થયા બાદ ત્યાંથી જ તે બુધવારે મશરક આવવા માટે ટ્રેન પકડવા રેલવે ટ્રેકના રસ્તે ટેરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. તે કાનમાં ઈયરફોન લગાવીને ગીત સાંભળતા સાંભળતા રેલવે ટ્રેક પર જઈ રહ્યો હતો. બરાબર આ દરમિયાન પાછળથી ગોરખપુર પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેન ધસમસતી આવી રહી હતી. છોકરાએ કાનમાં ઈયરફોન લગાવેલા હોવાને કારણે તે ટ્રેનનો અવાજ સાંભળી શક્યો નહતો અને તે ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. મૃતક બે ભાઈઓમાં મોટો હતો અને તેના પિતા ટ્રક ડ્રાઈવરવું કાન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.