પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો:પેશાવરમાં નમાજ સમયે મસ્જિદમાં બ્લાસ્ટ; 56 લોકોનાં મોત, 190થી વધારે ઈજાગ્રસ્ત, બે હુમલાખોર ગાર્ડને મારી અંદર ઘુસી ગયેલા

5 મહિનો પહેલા
  • એક પોલીસ જવાનનું પણ મોત થયું

પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારે મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. આ હુમલામાં 56 લોકોનાં મોત થયાં છે અને 190થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 10 લોકોની હાલત ગંભીર છે. આ વિસ્ફોટ પેશાવરના કોચા રિસાલદાર વિસ્તારમાં આવેલી મસ્જિદમાં થયો છે. હુમલા સમયે 150થી વધારે લોકો મસ્જિદમાં હાજર હતા.

પોલીસના જણાવ્યા મુજબ, બે હુમલાખોર મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં હાજર બન્ને પોલીસમેને તેમને પડકાર્યા હતા અને ફાયરિંગ થયું હતું. એમાં એક પોલીસમેનનું પણ મોત થયું હતું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યાર બાદ આ હુમલાખોરોએ મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો હતો. નજરે જોનારનું કહેવું હતું કે આ પ્રચંડ વિસ્ફોટ હતો, જ્યારે મેં આખો ખોલી તો ચારેબાજુ ધૂળની ડમરીઓ અને લોકોના મૃતદેહો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.

10 ઘાયલની હાલત ગંભીર

ઘટના બાદ મસ્જિદની બહાર બચાવ ટીમ. પોલીસે મસ્જિદ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ મસ્જિદની બહાર બચાવ ટીમ. પોલીસે મસ્જિદ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી છે.

રેસ્ક્યૂ ટીમ ઘાયલોને નજીકની લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ ગઈ છે. સ્થાનિક લોકોએ પણ ઘાયલોને પોતાની બાઈક અને કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.

નજરે જોનારે કહ્યું આત્મઘાતી કાળાં કપડાં પહેરી આવ્યો હતો

વિસ્ફોટ બાદ શિયા મસ્જિદની અંદરની સ્થિતિ. પોલીસે કહ્યું કે હુમલામાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે ઘટના સમયે મસ્જિદમાં આશરે 150 લોકો ઉપસ્થિત હતા.
વિસ્ફોટ બાદ શિયા મસ્જિદની અંદરની સ્થિતિ. પોલીસે કહ્યું કે હુમલામાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે ઘટના સમયે મસ્જિદમાં આશરે 150 લોકો ઉપસ્થિત હતા.

હુમલા દરમિયાન હાજર નજરે જોનારનું કહેવું હતું કે હુમલાખોર કાળાં કપડાં પહેરીને આવ્યો હતો. તે મસ્જિદના મુખ્ય હોલમાં ગયો અને પોતાની જાતને ઉડાવી દીધી. ત્યાર બાદ જ્યાં જુઓ ત્યા મૃતદેહો અને ઘાયલ લોકો નજરે પડતા હતા. શુક્રવાર હોવાથી મસ્જિદમાં લોકોની સંખ્યા વધારે હતી.

ઈમરાન ખાને હુમલાની નિંદા કરી

ઘટના બાદ મસ્જિદની બહાર બચાવ ટીમ. પોલીસે મસ્જિદ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ મસ્જિદની બહાર બચાવ ટીમ. પોલીસે મસ્જિદ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી છે.

વડાપ્રધાન ઈમરાન ખાને હુમલાની નિંદા કરી છે. હુમલામાં ભોગ બનનારા પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી છે. ઘાયલોને સારી સારવાર આપવાનું વચન પણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...