તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝારખંડનો અજીબ કિસ્સો:19 વર્ષની યુવતીને જીવતી દીવાલમાં ચણી દેવામાં આવી, જમીન વિવાદની અદાવતમાં ગામના જ એક શખ્સનું કૃત્ય

કોડરમા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવતીએ બૂમો પાડી પરંતુ કોઈએ તેને સાંભળી નહિ - Divya Bhaskar
યુવતીએ બૂમો પાડી પરંતુ કોઈએ તેને સાંભળી નહિ
  • છોકરીના પિતા કિશોર પંડિતનો ગામના જ વિનોદ પંડિત સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે

ઝારખંડમાં જમીન વિવાદમાં એવી બર્બરતા જોવા મળી જેવી અગાઉ ક્યારેક મધ્યયુગના સમયમાં જોવા મળતી હતી. અહીં 19 વર્ષની એક યુવતીને કેટલાક બદમાશોએ જીવતી દીવાલમાં ચણી દીધી. જોકે પોલીસને આ અંગે માહિતી મળતા યુવતીનો જીવ બચ્યો હતો.

દીવાલને તોડીને યુવતીને બહાર કાઢી લેવામાં આવી
આ ઘટના કોડરમાના જયનગર પોલીસ સ્ટેશનના યોગિયા ટિલહા ગામની છે. જમીન પર કબ્જો જમાવવાના ઈરાદાથી બદમાશોએ બીજા પક્ષની યુવતીને ઘરના રુમમાં બંધ કરીને તાળુ માર્યું, અને પછી તેની બહાર દીવાલ ચણી દીધી હતી. યુવતી લગભગ છ કલાક સુધી આ સ્થિતિમાં અંદર રહી. પોલીસ પહોંચ્યા બાદ દીવાલને તોડીને યુવતીને બહાર કાઢી લેવામાં આવી.

છોકરીના પિતાનો ગામના જ વ્યક્તિ સાથે વિવાદ ચાલી રહ્યો છે
છોકરીના પિતા કિશોર પંડિતનો ગામના જ વિનોદ પંડિત સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આરોપ છે કે જ્યારે યુવતી ઘરે એકલી હતી, ત્યારે વિનોદ પંડિત સહિત 5-6 લોકો ત્યાં પહોંચ્યા અને યુવતીને જબરજસ્તીથી રુમમાં બંધ કરી દીધી અને બહાર ઈંટની દીવાલ કરી દીધી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને દીવાલ તોડીને યુવતીને બહાર કાઢી. તે પછી તેનુ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું.

પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ
પીડિત યુવતીએ જણાવ્યું કે જ્યારે તેને બંધ કરીને દિવાલ ચણવામાં આવી રહી હતી, આ દરમિયાન તે બૂમો પાડતી રહી પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યુ. યુવતીના પિતા કિશોર પંડિતને આ ઘટનાની જાણ થતા તેઓ પત્નીની સાથે તાત્કાલિક ગામમાં પહોંચ્યા. મોડીરાતે પોતાની પુત્રીને લઈને હોસ્પિટલે પહોંચેલા કિશાર પંડિતે જણાવ્યું કે ગામના જ અન્ય લોકોની સાથે તેમનો વિવાદ ચાલી રહ્યાં છે અને જમીન પર કબ્જો કરવાના ઈરાદાથી આ લોકોએ છોકરીને ઘરમાં બંધ કરી દિવાલ ચણી લીધી. જયનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR થઈ છે. આ મામલામાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પાંચ આરોપીઓને પોલીસ શોધી રહી છે.

કોડરમાના એસપી ડો.એહતેશામ વકારીબે પુષ્ટિ કરી છે કે જમીનના વિવાદના કારણે આ ઘટના બની છે. તેમણે કહ્યું કે જે પણ લોકો ફરાર છે, તેમની ઝડપથી ધરપકડ કરવામાં આવશે.