કાશ્મીરમાં વધુ બે નિર્દોષનો ભોગ લેવાયો:કાશ્મીરમાં બે અલગ-અલગ ઘટનામાં બિહાર અને ઉત્તર પ્રદેશના નાગરિકોની ગોળી મારી હત્યા કરાઈ, 9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદી ઠાર

એક મહિનો પહેલા
  • ઈદગાહ વિસ્તારમાં બિન સ્થાનિક રહેવાસી નાગરિકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા એન્કાઉન્ટર વચ્ચે આતંકવાદીઓમાં દહેશતનો માહોલ ફેલાયો છે ત્યારે હવે તે નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે. પુલવામાં અને શ્રીનગરમાં બે નાગરિકોની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. શ્રીનગરમાં અરવિંદ કુમારની હત્યા કરવામાં આવી છે જ્યારે પુલવામામાં ઉત્તર પ્રદેશના રહેવાસી સાગીર અહેમદની હત્યા કરવામાં આવી છે.

કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ બે અલગ-અલગ ઘટનાઓમાં બિન નિવાસી શ્રમિકો પર હુમલા કર્યાં હતા. પહેલા હુમલામાં શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં શનિવારે સાંજે બિન સ્થાનિક રહેવાસી નાગરિકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

અજ્ઞાત બંદૂકધારીઓએ ઈદગાહ પાર્ક પાસે વ્યક્તિની ગોળી મારતા લોહીથી લથપથ થઈ ગયો હતો. અરવિંદ કુમાર સાહને ગંભીર સ્થિતિમાં તેને શ્રીનગરના SMHS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરોએ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હુમલાખોરોની ધરપકડ કરવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2જી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 8 જેટલા નાગરિકોની હત્યા કરી નાંખવામાં આવી છે.

અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ શનિવારે પુલવામામાં સગીર અહેમદ નામના યુવકની હત્યા કરી હતી. ઉત્તર પ્રદેશનો રહેવાસી અહેમદ મિસ્ત્રી કામ કરતો હતો. પુલવામાના કાકાપોરામાં સુરક્ષા દળોને ટાર્ગેટ કરી આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો પણ કર્યો છે.

અન્ય એક ઘટનામાં પુલવામામાં આતંકવાદીઓએ સગીર અહેમદ નામના યુવકની ગોળી મારી હત્યા કરી હતી
અન્ય એક ઘટનામાં પુલવામામાં આતંકવાદીઓએ સગીર અહેમદ નામના યુવકની ગોળી મારી હત્યા કરી હતી

9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદી ઠાર
બીજી બાજુ કાશ્મીરમાં સેનાએ નાગરિકોની હત્યા બાદ 9 જેટલી અથડામણમાં 13 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. IGP વિજય કુમારે કહ્યું છે કે અમે છેલ્લા 24 કલાકમાં શ્રીનગર શહેરના 5 પૈકી 3 આતંકવાદીને ઠાર કરી નાંખ્યા છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે નિર્દોષ નાગરિકોની હત્યા પાછળ સુરક્ષાને લગતી કોઈ જ ભૂલ થઈ નથી અને તેમને શક્ય તમામ સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આતંકવાદીઓ નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જેઓ સરળતાથી તેમના નિશાન પર આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...