મધ્ય પ્રદેશ:હવસખોરોએ 70 વર્ષની વૃદ્ધાને પણ ન છોડી, મોઢે પટ્ટી બાંધી દુષ્કર્મ કર્યું- જીવ પણ લઈ લીધો

વિદિશાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના વિદિશામાં દર્દનાક ઘટના સામે આવી છે. અહીં 70 વર્ષની એક વૃદ્ધા પર પહેલા રેપ કરાયો અને પછી તેની હત્યા કરાઈ છે. મહિલા ખેતરે એકલી હતી ત્યારે આ ઘટના બની હતી.

આ બનાવ વિદિશા જિલ્લાના ગ્યારસપુર પોલીસ સ્ટેશન હદનો છે. અહીં 18 નવેમ્બરની રાત્રે ઓલીજા ગામની સીમમાં આવેલા ખેતરમાં 70 વર્ષિય વૃદ્ધાનો રેપ કરી તેની હત્યા કરી દેવાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા આરોપીએ વૃદ્ધાના મોઢે પટ્ટી બાંધી દીધી હતી અને તેના શરીર પર લાકડીથી હુમલો કર્યો હતો. સવારે આ વૃદ્ધાનો નગ્ન અવસ્થામાં મૃતદેહ જોઈને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

ગ્યારસપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહેન્દ્ર શાક્યએ બનાવની જાણકારી આપતા કહ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ સાથે પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા.મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ નજરમાં આ રેપ અને હત્યાનો બનાવ લાગે છે. આરોપીઓની શોધખોળ કરાઈ રહી છે. ખેતર પર સિંચાઈનું કામ ચાલુ હોવાથી વૃદ્ધા રોજ ત્યાં જતી હતી.