તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A 6 month old Girl Defeats Corona In Mumbai, A 2 year old Boy In Lucknow Recovering Without Medication

કારણ કે બધુ નેગેટીવ નથી:મુંબઈમાં 6 મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો, લખનઉમાં અઢી વર્ષના બાળકને દવા વગર સારું થઈ ગયુ

6 મહિનો પહેલા
આ તસવીર મુંબઈના ધારાવીની છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 47 દર્દી મળ્યા છે. 5 વ્યક્તિનું મોત થયુ છે. ડોક્ટરો ઘરે ઘરે જઈ સ્ક્રિનિંગ કરી રહ્યા છે
  • ઉત્તરાખંડમાં 4 દિવસથી કોઈ કેસ આવ્યો નથી, મધ્ય પ્રદેશમાં ઈન્દોર-ભોપાલ સિવાય અન્ય ક્યાયથી દર્દી મળ્યા નથી
  • બ્રિટનમાં 101 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવ્યો, તુર્કીમાં 93 વર્ષની મહિલાને કોરોનાથી સારી થઈ ગયુ

કોરોના વાઈરસને લીધે સમગ્ર વિશ્વમાં એક બાજુ નિરાશા છવાયેલી છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા પણ સતત વધી રહી છે. કોરોને લીધે વિશ્વની મોટાભાગની વસ્તી તેમના ઘરોમાં કેદ રહેવા મજબૂર છે. પણ આ તમામ નેગેટિવિટી વચ્ચે કેટલાક પોઝિટિવ સમાચાર પણ છે. જેમ કે- મુંબઈમાં એક 6 મહિનાની બાળકીને કોરોનાથી સારું થઈ ગયુ છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં અઢી વર્ષના બાળકને દવા વગર સારું થઈ ગયું છે. ઉત્તરાખંડમાં 4 દિવસથી કોઈ જ દર્દી નોંધાયો નથી.

મહારાષ્ટ્રાઃ 6 મહિનાની બાળકીને કોરોનાથી સારું થઈ ગયુ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના સૌથી વધારે દર્દી મળ્યા છે. પણ આ જ મુંબઈમાંથી શનિવારે એક સારા સમાચાર પણ આવ્યા છે. અહીં 6 મહિનાની એક બાળકીને સારું થઈ ગયુ છે. બાળકીને અગાઉ કોરોનાના પોઝિટિવ ટેસ્ટ આવ્યા હતા. પણ બાદમાં તેને બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાળકીને લઈ જ્યાં તેની માતા ઘરે પહોંચી ત્યારે સોસાયટીના લોકોએ તાલીઓ પાડીને બાળકીનું સ્વાગત કર્યું હતું. જોકે બાળકીના પિતા અને દાદા-દાદી કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉત્તર પ્રદેશઃ અઢી વર્ષના બાળકને દવા વગર 5 દિવસમાં સારું થઈ ગયુ 
રાજધાની લખનઉના કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલા અઢી વર્ષના બાળકે કોરોનાને હરાવી દીધો છે. બાળકની માતા કેનેડામાં ડોક્ટર છે અને તાજેતરમાં જ ઘરે પરત ફરી છે. મહિલાના સંપર્કમાં આવવાથી તેના સાસુ-સસરા અને અઢી વર્ષના બાળકને સંક્રમણ થઈ ગયુ હતું. બાળકનો રિપોર્ટ પણ અગાઉ પોઝિટિવ આવ્યો હતો, પણ તેમાં લક્ષણ જોવા મળ્યા ન હતા. જેને પગલે ડોક્ટરોએ નિર્ણય કર્યો કે તેને દવાઓ આપવામાં આવશે નહીં. 5 દિવસ સુધી દાખલ રાખ્યા બાદ ડોક્ટરોએ બાળકને શનિવારે જ રજા આપી દીધી હતી.

કેરળઃ રવિવારે ફક્ત બે કેસ જ આવ્યા

કેરળ દેશનું એવુ રાજ્ય છે કે જ્યાં કોરોનાના સૌથી વધારે દર્દી મળ્યા હતા. શરૂઆતના ત્રણ કેસ કેરળમાંથી જ આવ્યા હતા. પણ, રવિવારનો દિવસ કેરળ માટે સારો રહ્યો. આ દિવસે કોરોનાના ફક્ત બે કેસ જ આવ્યા હતા. એક બાજુ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ દિવસે 36 લોકોને સારું થઈ ગયુ છે. કેરળમાં અત્યાર સુધીમાં 179 લોકોને સારું થયુ છે અને લોકોનું મોત થયુ છે.

ઉત્તરાખંડઃ ચાર દિવસમાં કોઈ નવો દર્દી આવ્યો નથી
ઉત્તરાખંડમાં રવિવારે સતત ચોથા દિવસે રાજ્યમાં એક પણ નવો દર્દી સામે આવ્યો ન હતો. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ઉત્તરાખંડમાં કોરોનાના 35 કેસ સામે આવ્યા છે, જેમાંથી 5 લોકોને સારું થઈ ગયુ છે. સારી વાત એ છે કે રાજ્યમાં કોરોનાને લીધે એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.

બિહારઃ અહી પણ રવિવારે કોઈ નવો કેસ ન આવ્યો

ગુરુવારે (8 એપ્રિલ)થી શનિવાર (11 એપ્રિલ) વચ્ચે બિહારમાં 25 નવા દર્દી નોંધાયા હતા. રવિવારે અહીં એક પણ નવો કેસ આવ્યો નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બિહારમાં અત્યાર સુધીમાં કોરોનાના 64 કેસ સામે આવ્યા છે. આ પૈકી 19 દર્દીને સારુ થતા હોસ્પિટલમાંથી રજા મળી છે. જ્યારે એક દર્દીનું મોત થયુ છે.

મધ્ય પ્રદેશઃ ઈન્દોર-ભોપાલને બાદ કરતા અન્ય કોઈ જગ્યાએથી કેસ આવ્યો નથી

કોરોનાને લઈ મધ્ય પ્રદેશમાંથી પણ રવિવારે સારા સમાચાર આવ્યા છે. અહીં ફક્ત બે જિલ્લા-ઈન્દોર અને ભોપાલને બાદ કરતા અન્ય ક્યાયથી કોરોનાના નવા કેસ આવ્યા નથી. રાજ્ય સરકારના હેલ્થ બુલેટીનમાં જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં ઈન્દોરમાં 30 અને ભોપાલમાં 3 નવા દર્દી આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 562 કેસ આવ્યા છે. આ પૈકી 41 દર્દીને સારું થઈ ગયુ છે જ્યારે એટલા જ લોકોનું મોત થયુ છે.

તુર્કીઃ 93 વર્ષની મહિલાએ કોરોનાને હરાવ્યો
કોરોના વાઈરસને લઈ અત્યાર સુધી એવુ માનવામાં આવતુ હતું કે તેનાથી વૃદ્ધોને વધારે જોખમ છે. પણ તુર્કીના ઈસ્તબુલની એક હોસ્પિટલમાં 10 દિવસ સુધી ચાલેલા ઈલાજ બાદ શુક્રવારે 10 એપ્રિલના રોજ 93 વર્ષિય એલી ગુંદુજે કોરોનાને હરાવ્યો. મહિલાને હાઈપર ટેન્શનની બીમારી હતી. તેમને પેટમાં દુખાવો અને તાવ આવ્યા બાદ 31 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાંથી બહાર નિકળતી વખતે એલીએ કહ્યું- ચિંતા ન કરશો. જલ્દી બધુ સારું થઈ જશે
હોસ્પિટલમાંથી બહાર નિકળતી વખતે એલીએ કહ્યું- ચિંતા ન કરશો. જલ્દી બધુ સારું થઈ જશે

બ્રિટનઃ 101 વર્ષની વૃદ્ધાને પણ કોરોનાથી સારું થઈ ગયુ

જે દિવસે તુર્કીના ઈસ્તાબુલમાં 93 વર્ષની મહિલાએ કોરોનાને હરાવ્યો ત્યારે બ્રિટનમાં પણ 101 વર્ષના વૃદ્ધને સારું થઈ ગયુ હતું. બ્રિટનના વુરસેસ્ટરશાયરના રહેવાસી કીથ વાટસન બે સપ્તાહ અગાઉ કોરોના પોઝિટિવ મળ્યા હતા.

કીથ પડી ગયા હતા. બાદમાં તેમને સર્જરી માટે દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તાવ આવ્યો અને કોરોના પોઝિટિવ આવ્યો
કીથ પડી ગયા હતા. બાદમાં તેમને સર્જરી માટે દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તાવ આવ્યો અને કોરોના પોઝિટિવ આવ્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો