• Gujarati News
  • National
  • A 50 year old Nurse Living Away From Family In A Lockdown Learned To Cycle In 3 Days For Duty

મહારાષ્ટ્ર:લોકડાઉનમાં પરિવારથી દૂર રહેતા 50 વર્ષીય નર્સ ડ્યુટી માટે 3 દિવસમાં સાઈકલ શીખ્યાં

ઔરંગાબાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થયું તો 50 વર્ષનાં નર્સ રોજ સાઈકલ પર ડ્યુટીએ જાય છે. શરુઆતમાં મુન્ની સુમન 20 દિવસ સુધી ચાલતા હોસ્પિટલ સુધી જતા હતા, પણ તેમણે સાઈકલ ખરીદી અને માત્ર 3 દિવસમાં શીખી લીધી. 

ઝારખંડના બોકારો સ્ટીલ સિટીનાં રહેવાસી મુન્ની ઔરંગાબાદમાં 2 વર્ષથી નર્સની ફરજ બજાવે છે. તેઓ હાલ પરિવારથી દૂર નવીનગરમાં રહે છે. ત્રણ અઠવાડિયાં પહેલાં મુન્નીએ 4600 રૂપિયા ખર્ચીને સાઈકલ ખરીદી અને જાતે જ ત્રણ દિવસમાં શીખી લીધી. ચોથા દિવસે તેમણે ડ્યુટી પર સાઈકલ લઇને જવાનું શરુ કરી દીધું હતું. 

અન્ય સમાચારો પણ છે...