તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A 5 year old Boy Started Hitting Me With A Transformer Wire, The Young Man Released A Wooden Plank From My Sticky Wire.

રાજસ્થાન:5 વર્ષનો બાળક ટ્રાન્સફોર્મરના તાર સાથે ચોંટીને તરફડિયા મારવા લાગ્યો, યુવકે લાકડાનું પાટિયું મારી ચોંટેલા તારથી છૂટ્ટો પાડ્યો

13 દિવસ પહેલા

રાજસ્થાનના ઝુંઝુનુના એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં નૂહુંદ ગામમાં 5 વર્ષના આદિલ નામના બાળકે ટ્રાન્સફોર્મરનો હાઇવોલ્ટેજ તાર પકડી લેતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના એક ઘરની બહાર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે બાળકો ચાલતાં-ચાલતાં આવી રહ્યા છે. બંને રોડના કિનારે રહેલા એક ટ્રાન્સફોર્મરની પાસે પહોંચી જાય છે. એક બાળક બાળક ટ્રાન્સફોર્મરના લટકતાં તારને અડે છે. આ જોઈને સાથે રહેલો બીજો બાળક ભાગી જાય છે. ત્યાંથી પસાર થઈ રહેલા યુવકની નજર કરંટ લાગેલા બાળક પર પડે છે. જોતજોતામાં તો ટ્રાન્સફોર્મરમાંથી ધૂમાડા નીકળવા લાગે છે. યુવકે તરત જ લાકડાના પાટિયાની માસૂમનો હાથ છૂટ્ટો પાડ્યો હતો. મહત્ત્વનું છે કે, ત્યાં હાજર લોકોએ આદિલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. ભારે વરસાદને લીધે ટ્રાન્સફોર્મરમાં કરંટ ફેલાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...