જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં એલઓસી પર અંદાજે 150 મી. લાંબી સુરંગ મળી આવી છે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી આ સુરંગ માર્ગેથી જ ભારતમાં આવ્યા હતા. બીએસએફના સર્ચ-ઓપરેશન દરમિયાન એલઓસી નજીકથી આ સુરંગ મળી આવી. એ પાક.માં બનેલી રેતીની બોરીઓ અને લાકડાંથી ઢંકાયેલી હતી. સુરંગમાં પગથિયાં પણ છે. એન્કાઉન્ટર ગયા ગુરુવારે થયું હતું, જેમાં સુરક્ષાદળોએ 4 પાક. આતંકીને ટ્રક સાથે ઉડાવી દીધા હતા.
સુરક્ષાદળોએ 4 આતંકવાદીને ઠાર કર્યા હતા
સુરક્ષાદળોએ ગત ગુરુવારે જમ્મુના નગરોટામાં ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા. ચારેય આતંકી દારુગોળા અને હથિયારો લઈને જમ્મુથી શ્રીનગર આવી રહ્યા હતા. બન ટોલપ્લાઝા પર એક ટ્રકમાં સુરક્ષાદળો તપાસ કરી રહ્યા હતા એ દરમિયાન અંદરથી ફાયરિંગ થવા લાગ્યું હતું. બે કલાકના એન્કાઉન્ટર પછી સુરક્ષાદળોએ ટ્રકને ઉડાવી દીધી હતી, જેમા ચારેય આતંકી ઠાર થયા હતા.
370 હટાવ્યા પછી 194 આતંકી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી 402 દિવસમાં 211 આતંકી ઘટના બની છે, જેમાં 194 આતંકી માર્યા ગયા છે. આ ઘટનાઓમાં 49 જવાન શહીદ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.