તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A 4 year old Girl Died After Falling Into A Gutter, The Municipality Removed The Lid

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારીએ લીધો માસૂમનો જીવ:ગટરમાં પડી જવાથી 4 વર્ષની બાળકીનું થયું મોત, પાલિકાએ ઢાંકણું હટાવ્યું હતુ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્યુટીફિકેશન માટે આ ગટરનું ઢાંકણું હટાવવામાં આવ્યું હતુ. મૃત બાળક આફિફા (ઇનસેટમાં). - Divya Bhaskar
બ્યુટીફિકેશન માટે આ ગટરનું ઢાંકણું હટાવવામાં આવ્યું હતુ. મૃત બાળક આફિફા (ઇનસેટમાં).

મુંબઇને અડીને આવેલા કાશી મીરા વિસ્તારમાં રસ્તા પર ગટરની લાઈનના મેનહોલમાં પડી જતા ચાર વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. તે ત્યાં બાળકો સાથે રમી રહી હતી. આ મામલે મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે.

બાળકીના પિતા મુસ્તફા અલીએ જણાવ્યું કે દિવાળીના બીજા દિવસે તે પુત્રી આફિફાને લઈને તેની બહેનના ઘરે ગયો હતો. જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના મંગળવારે સાંજની છે.

પોલીસે મહાનગરપાલિકા પાસેથી જવાબ માંગ્યો
કાશી મીરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે તેમજ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને શોધવા મીરા ભાયંદર મહાનગરપાલિકા પાસે માહિતી માંગી છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે મહાનગરપાલિકાએ બ્યુટિફિકેશન માટે મેનહોલનું ઢાંકણું હટાવ્યું હતું. અહીં, આગામી એકથી બે દિવસમાં જાળી લગાવવાનું કામ થવાનું હતુ.

પહેલા પણ આવી ઘટના બની છે
આ પહેલા ગોરેગાંવ વિસ્તારમાં વરસાદી માહોલ દરમિયાન નાળામાં પડી જવાથી બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ બે દિવસ પછી ઘણાં કિલોમીટર દૂર નાળામાંથી મળી આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો