તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • A 23 year old Russian Woman Became The Mother Of 20 Children In One Year, Becoming The Mother Of 20 Children On The Basis Of Surrogacy

આ તો હદ થઈ ગઈ:23 વર્ષની યુવતી કરોડ રૂપિયાના ખર્ચે બની 20 બાળકોની માતા, સારસંભાળ માટે રાખી 16 નેની; હજી પરિવાર વધારવાની ઈચ્છા

14 દિવસ પહેલા
પોતાનાં બાળકો સાથે ક્રિસ્ટીના. તે પોતાનાં બાળકોની જાતે જ સભાળ રાખે છે.
  • રશિયાની આ મહિલાએ એક મોટા પરિવારનું સપનું જોયું હતું
  • ક્રિસ્ટીના સરોગેસીની મદદથી આટલા બાળકોની માતા બની

દુનિયામાં એવા અનેક દેશો છે, જ્યાં સરોગેસીનું ચલણ વધી રહ્યું છે. આજે અમે તમને જણાવીશું રશિયાની એક મહિલાની વાત. રશિયામાં એક શ્રીમંત પરિવારની મહિલાએ એક વર્ષમાં 20 બાળકને જન્મ આપ્યો છે. રશિયામાં રહેતી આ મહિલાનું નામ છે ક્રિસ્ટીના ઓજટર્ક. તે હવે 21 બાળકની માતા છે. આ બાળકોની સંભાળ રાખવા 16 કાયમી નેની રાખવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મહિલા પોતે જાતે જ આ બાળકોની સંભાળ રાખવામા વ્યસ્ત રહે છે. જોકે તે મહિલાનું કહેવું છે કે તે પોતાના પરિવારને હજી પણ મોટું કરવા ઈચ્છે છે.

ક્રિસ્ટીના જાતે જ આ બાળકોની સંભાળ રાખવામા વ્યસ્ત રહે છે.
ક્રિસ્ટીના જાતે જ આ બાળકોની સંભાળ રાખવામા વ્યસ્ત રહે છે.

ક્રિસ્ટીનાને જોર્જિયાના પ્રવાસ દરમિયાન થયો હતો ગૈલીપ સાથે પ્રેમ
23 વર્ષની ઉંમરમાં 21 બાળકની માતા બનેલી ક્રિસ્ટીના ક્રિસ્ટીના ઓજટર્કએ જણાવ્યું હતું કે તે પોતાના કરોડપતિ પતિ ગૈલીપને જ્યારે મળી, ત્યારે તેણે એક મોટા પરિવારનું સપનું જોયું હતું. જોકે તેના 57 વર્ષીય પતિ ગૈલીપ પહેલેથી જ લગ્ન કરી ચૂકેલા હતા. ગૈલીપ સાથે તેની મુલાકાત જોર્જિયાના પ્રવાસ દરમિયાન થઇ હતી. ગૈલીપ જણાવે છે કે ક્રિસ્ટીના હસમુખી અને થોડી શરમાળ છે. મને તેનામાં રહેલા આ ગુણ ખૂબ જ પસંદ આવ્યા હતા.

ગૈલીપ સાથે ક્રિસ્ટીનાની મુલાકાત જોર્જિયાના પ્રવાસ દરમિયાન થઇ હતી.
ગૈલીપ સાથે ક્રિસ્ટીનાની મુલાકાત જોર્જિયાના પ્રવાસ દરમિયાન થઇ હતી.

ક્રિસ્ટીનાના પતિ ગૈલીપ એક બિઝનેસમેન
ક્રિસ્ટીના જણાવે છે કે તે વધુ ઊંઘ લઈ શકતી નથી, પરંતુ તેમનું કહેવું છે કે તેના માટે કોઈ મુશ્કેલીઓ નથી, કારણ કે તેમણે એક મોટો પરિવાર રાખવા માટેનો નિર્ણય લીધો છે. ફોર્બસ મુજબ ક્રિસ્ટીનાના પતિ ગૈલીપ પર્યટન, પરિવહન ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. તેઓ મૂળ રૂપે તુર્કીના છે, પણ 2013થી જોર્જિયામાં રહે છે. ગૈલીપ તુર્કીની કંપની મેટ્રો હોલ્ડિંગના સ્થાપક છે. જોર્જિયામાં તેમનું 500 મિલિયન ડોલરનું રોકાણ છે.

20 બાળકની માતા બનવા માટે ક્રિસ્ટીનાએ સરોગેસીનો આધાર લીધો હતો.
20 બાળકની માતા બનવા માટે ક્રિસ્ટીનાએ સરોગેસીનો આધાર લીધો હતો.

ક્રિસ્ટીનાએ લગભગ 1 કરોડ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો
ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે 20 બાળકોની માતા બનવા માટે તેણે સરોગેસીનો આધાર લીધો હતો. એક વર્ષ પહેલાં તેની પાસે એક બાળક હતું, પરંતુ ત્યાર બાદ તે અન્ય 20 બાળકોની માતા બની. સરોગેટ્સ માટે તેણે લગભગ 1 કરોડ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યાર બાદ તેનો પરિવારનો ખૂબ જ ઝડપથી વિસ્તાર થયો.

ક્રિસ્ટીના બાળકોની સંભાળ જાતે જ કરે છે
આ બાળકોની સંભાળ માટે દંપતીની પાસે 16 લીવ-ઇન નેનિયાં છે અને તે દર વર્ષે તેના પર લગભગ 70 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. ક્રિસ્ટીનાએ જણાવ્યુ હતું કે તે દરેક સમયે પોતાનાં બાળકોની સાથે જ રહે છે અને એક માતા સામાન્ય રીતે બાળકોની સંભાળ માટે જે કરે છે તે બધું જ એ પણ કરે છે.

ક્રિસ્ટીનાને ચાર મહિનાથી લઈને 14 મહિના સુધીનાં બાળકો છે.
ક્રિસ્ટીનાને ચાર મહિનાથી લઈને 14 મહિના સુધીનાં બાળકો છે.

પોતાના સરોગેટને પ્રતિ ગર્ભધારણ માટે લગભગ 8 લાખ રૂપિયાની ચુકવણી કરી ગૈલીપ અને ક્રિસ્ટીના જેની પાસે પહેલેથી જ 6 વર્ષીય વિકટોરિયા નામની બાળકી હતી, તેમણે ગયા વર્ષે માર્ચમાં મુસ્તફા નામના એક પુત્રને સરોગેટ દ્વારા જન્મ આપ્યો. ત્યાર બાદ તેમણે પોતાના સરોગેટને પ્રતિ ગર્ભધારણ માટે લગભગ 8 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી અને હવે તેના ચાર મહિનાથી લઈને 14 મહિના સુધીનાં બાળકો છે.

ત્રણ માળની હવેલીમાં રહેતા આ કરોડપતિ પરિવાર દર સપ્તાહે 20 મોટા પેકેટ લંગોટ અને 53 પેકેજ બેબી ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. ક્રિસ્ટીનાએ ધ સનને જણાવ્યુ હતું કે તમામ બાળકો માટે જરૂરી ચીજ-વસ્તુઓ માટે દર સપ્તાહે લગભગ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાબતે ક્યારેક થોડા વધુ કે ક્યારેક થોડો ઓછો પણ ખર્ચ થાય છે.

ક્રિસ્ટીના કહે છે કે તેના દિવસો ક્યારેય કંટાળાજનક નથી લાગતા
પોતાની દિનચર્યા વિશે વાત કરતાં ક્રિસ્ટીના કહે છે કે તેના દિવસો ક્યારેય કંટાળાજનક નથી હોતા કારણ કે તે હંમેશાં બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત રહે છે. સામાન્ય રીતે બાળકો લગભગ આઠ વાગ્યાની આસપાસ સૂતાં હોય છે અને સવારે 6 વાગ્યા સુધી સૂતા હોય છે, જ્યારે સૌથી મોટી પુત્રી વિક્ટોરિયા સવારે 7 વાગ્યે જાગી જાય છે.

ક્રિસ્ટીના કહે છે, તે ભવિષ્યમાં હજી વધુ બાળકો માટેની યોજના બનાવી રહી નથી, પરંતુ સ્વાભાવિક રીતે તે વધુ બાળકો માટે ઇનકાર કરતી પણ નથી. તે જણાવે છે , 'હું મારી ગર્ભધારણ કરવાની યોજના બનાવી રહી છે, કારણ કે હાલ માટે મારે મારાં બાળકોની સાથે રહેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...