હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ડ્રોનથી સફરજન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ટ્રાયલ સફળ રહીં. આ ટ્રાયલ કિન્નોરના નિચાર ગામમાં કરવામાં આવી. વિગ્રો કંપનીના મેનેજર દિનેશ નેગીએ બતાવ્યું કે ટ્રાયલ દરમિયાન 20 કિલો સફરજનની પેટી 'કંડા' (દોગરી)ના નિચાર ગામ સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી.
ટ્રાયલ દરમિયાન ડ્રોનને જમીનથી 800 મીટર ઊંચાઇ પર ઉડાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે કંડાથી નિચાર ગામ સુધી 9 કિલોમીટરનું અંતર કાપતા સામાન્ય 2 કલાકથી વધુનો સમય લાગે છે. ડ્રોનથી આ અંતરે 20 કિલો સફરજનની પેટી પહોંચાડવામાં 7 મિનિટનો સમય લાગે છે.
તેમણે બતાવ્યું કે કંડાથી સફરજન નિચાર ગામ સુધી પહોંચાડવામાં કેટલીક વાર ત્રણ-ચાર દિવસ લાગી જતા હતા. આનાથી સફરજનની ક્વોલિટી પ્રભાવિત તથી હતી. એના માટે આ ક્ષેત્રના લોકો લાંબા સમયથી એવી ટેક્નિક પર વિચારી રહ્યા હતા જેનાથી સફરજનને સમય પર માર્કેટ પહોંચાડી શકાય.
હવે 100 કિલો સફરજન ડ્રોનથી પહોંચાડવાનું લક્ષ્ય
દિનેશ નેગીએ જણાવ્યું કે આરંભિક ટ્રાયલ સફળ રહ્યા બાદ તેમનું ફોકસ હવે 100 કિલો સફરજન એકસાથે માર્કેટ સુધી પહોંચાડવાનું રહેશે. આ દિશામાં હવે પ્રયાસ શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ વિગ્રો કંપનીએ ગુડગાંવ આધારિત સ્કાય વન કંપનીના સહયોગથી કરી હતી. તેમાં ટેક્નોલોજી સ્કાય-વન કંપનીની છે જ્યારે ફિલ્ડ વર્ક વિગ્રો કંપની કરી રહી છે.
દુર્ગમ વિસ્તારોમાં સફરજનના માલિકો માટે સારી ખબર
ડ્રોનથી સફરજન મોકલવાની ટ્રાયલ સફળ રહેવી બગીચા માલિકો માટે સારી ખબર છે. પ્રદેશના કિન્નોર, ચંબા, સિમલા, મંડી, કુલ્લુ અને લાહોલ સ્પીતિમાં કેટલાંય દુર્ગમ વિસ્તારો એવાં છે જ્યાંથી સફરજનને માર્કેટ સુધી પહોંચાડવાં કોઇ ચેલેન્જથી ઓછું કામ નથી. એવામાં ડ્રોનમાં બગીચા માલિકોને આશાનું કિરણ દેખાય છે.
PM મોદીએ કર્યો હતો બટાકા મોકલવાનો વાયદો, ત્યારે ટ્રોલ થયા હતા
હિમાચલમાં ચૂંટણીની ઘોષણા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુર્ગમ જિલ્લો લાહોલ સ્પીતિથી બટાકા ડ્રોન દ્વારા મોકલવામાં આવશે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને બીજી લોકોએ PM મોદીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. PMના આ દાવાના લગભગ બે મહિનાની અંદર કિન્નોરમાં ડ્રોનથી સફરજન મોકલવાની સફળ ટ્રાયલ થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.