તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિમાચલ પ્રદેશ:કોરોના સંક્રમિત થતાં 19 વર્ષનો યુવક નદીમાં કૂદ્યો, તરફડિયા મારતો-મારતો ડૂબી ગયો

એક મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના શિમલામાં 19 વર્ષનો એક યુવક કોરોના સંક્રમિત થતાં સતલુજ નદીમાં કૂદી ગયો હતો. જોતજોતામાં જહાંગીર નામનો યુવક નદીના વહેણમાં ડૂબી ગયો. આ દૃશ્ય જોઈ પુલ પર ઊભેલાં લોકો જહાંગીરને બચાવવા માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતાં. એક બે યુવક જહાંગીરને બચાવવા નદીમાં કૂદ્યા હતાં. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં જહાંગીરની શોધખોળ શરૂ કરી છે. જોકે, અત્યારસુધી જહાંગીર પોલીસને મળ્યો નથી. મહત્ત્વનું છે કે, આ યુવક ઉત્તર પ્રદેશનો હતો અને ઘરે ઘરે જઈને કાર્પેટ વેચવાનું કામ કરતો હતો. સોમવારે સવારે તે હોસ્પિટલમાં શરદી અને ઉધરસની દવા લેવા ગયો હતો. આ દરમિયાન ડૉક્ટરે તેને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જેને લીધે તે ખૂબ જ ચિંતામાં હતો.

અન્ય સમાચારો પણ છે...