તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A 19 year old Girl Was Gang raped For Two Days By Four Airmen After Injecting Her, Including BJP's Mandal President.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશ:19 વર્ષીય યુવતી પર ઇન્જેક્શન આપીને 2 દિવસ સુધી ગેંગરેપ કરવામાં આવ્યો, આરોપીમાં BJPનો મંડલ અધ્યક્ષ પણ સામેલ

શહડોલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

મધ્યપ્રદેશના શહડોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 20 વર્ષીય યુવતીને નશાકારક ઈન્જેક્શન આપીને ભાજપના નેતા સહિત ચાર લોકોએ તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. ઈન્જેક્શન આપ્યા પછી તેને બળજબરીથી દારૂ પણ પિવડાવ્યો. યુવતીની સ્થિતિ બગડવા પર આ લોકો તેને ઘરની સામે ફેંકીને ભાગી ગયા.

18 ફેબ્રુઆરીએ યુવતી તેના ઘરેથી ગુમ
18 ફેબ્રુઆરીએ યુવતીએ તેના ઘરેથી ગુમ થઈ હતી. તેના પરિવારના સભ્યોએ જૈતપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે ભાજપના જૈતપુર મંડલ અધ્યક્ષ વિજય ત્રિપાઠી, શિક્ષક રાજેશ શુક્લા, મુન્ના સિંહ અને મોનુ મહારાજની વિરુદ્ધ ધારા 376, 342 અને 34 અંતર્ગત મામલો નોંધ્યો છે. એસપી અવધેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે યુવતીના જણાવ્યા અનુસાર, તેની સાથે માત્ર શિક્ષક રાજેશ શુકલાએ જ દુષ્કર્મ કર્યું છે, જ્યારે બાકીના ત્રણ આરોપી અહીં બેસીને દારૂ પી રહ્યા હતા.

ઘરની બહારથી મોઢું દબાવીને કારમાં બેસાડીને લઈ ગયા હતા
હું 18 ફેબ્રુઆરીની સાંજે લગભગ 7.30 વાગ્યે ઘરની બહાર ચક્કર મારવા નીકળી હતી. એ સમયે એક કાર આવી; એમાંથી કેટલાક લોકો ઊતર્યા અને મારું મોઢું દબાવીને કારમાં જબરદસ્તીથી બેસાડી દીધી.

રડવાનો અવાજ સાંભળીને પરિવાર બહાર નીકળ્યો
તેઓ મને જૈતપુરથી લગભગ 8 કિમી દૂર ગાડાઘાટ સ્થિત ફાર્મ હાઉસમાં લઈ ગયા. મને પહેલા નશાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું, પછીથી દારૂ પિવડાવવામાં આવ્યો. પછી ચાર લોકોએ બળાત્કાર કર્યો. 20 ફેબ્રુઆરીએ મારી તબિયત બગડ્યા પછી રાતે લગભગ 9.30 વાગ્યે બેભાન સ્થિતિમાં તેઓ મને મારા ઘરની સામે છોડીને જતા રહ્યા. રડવાનો અવાજ સાંભળીને પરિવાર બહાર નીકળ્યો અને મને ઉઠાવીને અંદર લઈ ગયા.

પ્રતિકાત્મક તસ્વીર.
પ્રતિકાત્મક તસ્વીર.

ચારેય આરોપીની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે
પોલીસના જણાવ્યા મુજબ, ચારેય આરોપીની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે છે. પોલીસ ચારેય આરોપીની વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો મામલો નોંધ્યો છે. એડિશનલ એસપી મુકેશ કુમાર વૈશ્યે જણાવ્યું હતું કે પીડિતા 18 ફેબ્રુઆરીથી ઘરમાંથી ગુમ હતી. પોલીસ કેસની તપાસ કરી રહી હતી. પીડિતા તેના ઘરથી થોડા અંતરે બેભાન સ્થિતિમાં મળી, પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ભાનમાં આવ્યા પછી પીડિતાએ જણાવ્યું હતું કે એક લાલ રંગની કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું અને પછી તેની પર ફાર્મ હાઉસમાં લઈ જઈને ઘણી વખત રેપ કરવામાં આવ્યો.

પોલીસે આરોપીઓની ધરપકડ માટે ટીમ બનાવી
હાલ આ મામલામાં કોઈની પણ ધરપકડ થઈ નથી. એવી એક શક્યતા છે કે ચારેય આરોપી લાલ રંગની કારમાં યુવતીને તેના ઘરની થોડી દૂર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ઘણી ટીમોની રચના કરી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી બીજેપીના જિલ્લા અધ્યક્ષ કમલ પ્રતાપ સિંહે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આરોપી વિજય ત્રિપાઠીને પાર્ટીમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો