તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A 12 year old Girl Was Sleeping Outside The House When A Half burned Body Was Found In A Garden 200 Meters Away.

સગીર વયની દીકરી સાથે હેવાનિયત:ઘરની બહાર 12 વર્ષની દીકરી સૂતી હતી, અડધી સળગેલી લાશ 200 મીટર દૂર બગીચામાંથી મળી, રેપની આશંકા

કાનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોઈ જ્વલનશીલ કેમિકલ કે પેટ્રોલ નાખીને બાળકીને સળગાવવામાં આવી હતી. - Divya Bhaskar
કોઈ જ્વલનશીલ કેમિકલ કે પેટ્રોલ નાખીને બાળકીને સળગાવવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષની એક બાળકીની અડધી સળગેલી લાશ મળી છે. એ રાતના સમયે ઘરની બહાર સૂતી હતી. સવારે તેનો મૃતદેહ 200 મીટર દૂર બગીચામાંથી મળ્યો. તેના શરીર પર કપડાં પણ ન હતા. ઘટનાસ્થળેથી એક ખાટલો પણ મળી આવ્યો છે. પરિવારે બાળકી સાથે રેપ અને બાદમાં જીવતી સળગાવી દીધી હોવાના આરોપ લગાવ્યા છે.

ઘરની બહાર સૂતી હતી સગીરા
ઘટના બુધવારની મોડી રાતની છે. ઘટના મંગલપુરના જૈતાપુર ગામની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગામમાં રહેતી એક ખેડૂતની 12 વર્ષની દીકરી બુધવારે રાત્રે ઘરની બહાર ખાટલામાં સૂતી હતી. બાજુમાં જ બીજા ખાટલા પર બાળકીની દાદી સૂતી હતી. પરિવારનું કહેવું છે કે સવારે જ્યારે બધા જાગ્યા ત્યારે બાળકી તેના ખાટલા પર સૂતી ન હતી.

આજુબાજુ તપાસ કરવામાં આવી તો ઘરથી 200 મીટર દૂર બગીચામાં બાળકીની અડધી સળગેલી લાશ મળી. બાળકીના શરીર પર કપડાં પણ ન હતાં. ઘટનાસ્થળ પરથી એક ખાટલો પણ મળી આવ્યો. પરિવારને આશંકા છે કે નરાધમોએ ખાટલા પર બાળકીનો રેપ કર્યો અને પોતાના પર કોઈ આરોપ ન લાગે એ માટે તેને જીવતી જ સળગાવી દીધી.

બાળકીની લાશની પાસે એક ખાટલો મળી આવ્યો હતો, જે થોડો સળગી ગયો છે.
બાળકીની લાશની પાસે એક ખાટલો મળી આવ્યો હતો, જે થોડો સળગી ગયો છે.

તપાસમાં પોલીસ અને ફોરેન્સિક ટીમ લાગી
બનાવની જાણ થતાં જ ASP ઘનશ્યામ ચૌરસિયા અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને ગામના ખડંજા માર્ગ પર એક ખાટલો મળ્યો, જે થોડો સળગેલો હતો. માનવામાં આવે છે કે હત્યારાઓએ બાળકીનું અપહરણ કરી આ ખાટલા પર જ સળગાવવાનો પ્રયાસ કર્યો અને મૃતદેહને બાગમાં ફેંકી દીધો છે. ઘટનાસ્થળે ADG ભાનુ ભાસ્કર અને IG મોહિત અગ્રવાલ પણ પહોંચ્યા હતા.

ASPએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ઘણું બધું સ્પષ્ટ થશે. કોઈ જ્વલનશીલ કેમિકલ કે પેટ્રોલ નાખીને બાળકીને સળગાવવામાં આવી છે. ક્રાઈમ સીન જોઈને આવું કૃત્ય કોઈ નજીકની વ્યક્તિએ કર્યું હોય એવું લાગી રહ્યું છે. ઓળખ છુપાવવા માટે બાળકીની હત્યા કરવામાં આવી છે. ઘટનાને લઈને ગામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પરિવારને આશંકા છે કે રેપ પછી હત્યા થઈ છે
IG રેન્જ મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે બાળકીનો અડધો સળગેલો મૃતદેહ તેના ઘરેથી થોડે જ દૂર બગીચામાંથી મળ્યો છે. પરિવારે રેપ પછી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. હત્યાકાંડનો ખુલાસો કરવા માટે અનેક ટીમોની મદદ લેવામાં આવી છે. આરોપીઓને વહેલી તકે પકડી જેલહવાલે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...