હેલ્પ:મુંબઈમાં લોકડાઉનમાં ઘરે બેઠેલા 99 વર્ષીય દાદી રોજ શ્રમિકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરે છે

મુંબઈ3 વર્ષ પહેલા

હાલ લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોની મદદ કરવા માટે દેશમાં સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય માણસે પણ મદદનો હાથ લંબાવ્યો છે. મુંબઈમાં 99 વર્ષીય દાદી પોતાના ઘરે શ્રમિકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. આ દાદીનો વીડિયો કરાચીમાં રહેતા ઝાહિદ ઈબ્રાહિમે શેર કર્યો છે. 

વીડિયોમાં દાદી એલ્યુમિનિયમ ફોઈલમાં રોટલી ભરી રહેલા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર આ દાદીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમે પણ કોરોના વોરિયરથી ઓછા નથી. તો અન્ય યુઝરે લખ્યું કે, આ દાદી દેશના દરેક લોકો માટે પ્રેરણા સમાન છે.  આ વીડિયોને અત્યાર સુધી 2 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. 

અન્ય સમાચારો પણ છે...