• Gujarati News
  • National
  • Went By Bus From Jodhpur, Though Caught By CID, Still Reached Wadha Border; Now The Urge To Cross The Border

પાકિસ્તાન પરત જવા માટે રસ્તા પર બેઠા 19 પરિવાર:જોધપુરથી બસમાં નીકળ્યા હતા પરંતુ CIDએ પકડ્યા, છતાં પણ પહોંચી ગયા વાધા બોર્ડર; હવે સીમા પાર કરાવવા કરી રહ્યાં છે અરજ

જોધપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 સપ્ટેમ્બરે CIDએ 99 લોકોથી ભરેલી બસને રોકી હતી

જોધપુરથી પાકિસ્તાન જવા માટે કેટલાક લોકો 12 દિવસથી વાધા બોર્ડર નજીક બેઠા છે. કુલ 19 પરિવારમાંથી 99 લોકો તેમાં સામેલ છે. 57 બાળકો તથા 22 મહિલાઓ છે. ખાવાની અને સુવાની પણ અહીં પુરતી વ્યવસ્થા નથી. પરિવાર સાથે ભાસ્કરે વીડિયો કોલ પર વાત કરીને સત્ય હકીકત જાણી છે. તેમણે જણાવ્યું કે એક દલાલે તેમને જોધપુરથી પાકિસ્તાન જવા માટે મોકલ્યા છે. અહીં રોકવામાં આવતા તેને કોલ કર્યો તો તે ફરી ગયો. કહ્યું- મેં ક્યારે આવું કહ્યું હતું.

પાક વિસ્થાપિત પરિવારનું કહેવું છે કે અમે બધા પૈસા આપીને અહીં સુધી પહોંચી ગયા છે. જોકે વાધા બોર્ડર પર તેમને એટલા માટે જવા દેવામાં આવતા નથી કારણ કે કાગળ પુરતા નથી. તેમનું કહેવું છે કે તેમના પરિવાર વાળા ત્રણ બસમાં ગયા છે. તેમની પાસે પણ કાગળ નહોતા. આ પરિવારે વીડિયો કોલ કરીને જણાવ્યું કે તે બોર્ડરની પાસે સતનામ ઢાબાની આસપાસ રસ્તા પર રહી રહ્યો છે. અહીં બાળકો બીમાર પડી રહ્યાં છે. વીડિયોમાં જણાવ્યું કે તે વાધા બોર્ડરથી અડધો કિલીમીટર દૂર મુખ્ય રસ્તાની નજીક બેઠા છે.

જોધપુરના દલાલોએ તેમને પાકિસ્તાન જવા માટે રવાના કર્યા હતા. જોકે તેમની બસ જોધપુર CIDએ પકડી લીધી હતી. તેમ છતાં આ લોકો પ્રાઈવેટ ગાડીઓમાં અમૃતસર પહોંચી ગયા. હવે રસ્તા પર દિવસ પસાર કરવા મજબૂર છે. સૌથી મોટી વાત એ છે કે આ લોકોના કેટલાક પરિવાર પહેલા બોર્ડર પાર કરી ચૂક્યા છે. જોકે તેમની પાસે કાગળ પુરતા નથી. દલાલના વિશ્વાસ પર આ બધા આવી ગયા. પરંતુ પકડાઈ જવાથી તે ભારતમાં ફસાઈ ગયા.

CIDએ 99 લોકોથી ભરેલી બસને રોકી ​​​​​
18 સપ્ટેમ્બરે CIDએ 99 લોકોથી ભરેલી બસને રોકી હતી. બીજા દિવસે આ લોકો કચહરી પરિસરમાં ગયા. ત્યાં કોઈએ કહ્યું- અમૃતસર જાવ ત્યાંથી નીકળી જશો. પાક વિસ્થાપિત પરિવાર આ આશાથી 22 સપ્ટેમ્બરે વાધા બોર્ડર સુધી આવી ગયો. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ઓફિસમાંથી કોણે કહ્યું. તો તેમણે કહ્યું કે અમે તો અભણ છીએ. ત્યાં અમને એક મેડમે કહ્યું કે બોર્ડર પર ચાલ્યા જાવ ત્યાંથી જવા મળશે. આ ભરોસાથી તે અહીં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...