કેન્દ્રએ 78 મંત્રાલય-વિભાગોમાં મંજૂર 40 લાખ પૈકી 9.8 લાખ હોદ્દા ખાલી છે. જે પૈકી રેલવે, ગૃહ, સંરક્ષણ અને ટપાલ એમ ચાર મંત્રાલય-વિભાગમાં જ 35 લાખથી વધુ હોદ્દા મંજૂર છે. તેમાંથી 22.5 ટકા અથવા તો આઠ લાખ હોદ્દા ખાલી છે.
સૌથી વધુ 2.94 લાખ હોદ્દા રેલવેમાં ખાલી છે. સંરક્ષણ મંત્રાલય (સિવિલ-બિન સૈનિક)માં 2.65 લાખ, ગૃહ મંત્રાલયમાં 1.44 લાખ અને ટપાલ વિભાગમાં 90 હજારથી વધારે હોદ્દા હજુ સુધી ભરાયા નથી. સૌથી ખરાબ સ્થિતિ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની છે.
આ વિભાગમાં કુલ 12442 હોદ્દા મંજૂર છે, જે પૈકી 8543 (69 ટકા) ખાલી છે. વડાપ્રધાન કાર્યાલયમાં પણ 129 હોદ્દા ખાલી છે. એવી જ રીતે રાષ્ટ્રપતિભવનમાં 91 અને કેબિનેટ સચિવાલયમાં 54 જગ્યા ખાલી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે સંસદમાં આપેલી માહિતી પ્રમાણે, આ આંકડા 31 માર્ચ 2022 સુધીના છે. 1.47 લાખ હોદ્દાની ભરતી પ્રક્રિયા યોજાઇ ચૂકી છે, પરંતુ તેના વિભાગવાર આંકડા હજુ તૈયાર કરાયા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.